ફરિયાદ:પાલનપુરમાં રૂ. 32 લાખની ઉઘરાણીએ ગયેલી મહિલાની વેપારીએ છેડતી કરી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનદારે મિત્ર પાસેથી રૂપિયા 32 લાખ ઉછીના લીધેલા જે પરત ન આપતાં પત્ની સાથે દુકાને ઉઘરાણી કરવા ગયા હતા

પાલનપુરના ઉછીના આપેલા રૂપિયા 32 લાખની ઉઘરાણી કરવા ગયેલી પરિણીતાની વેપારીએ છેડતી કરી અઘટીત માંગણી કરતાં તેણીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુરની મુળ રહેવાસી પરિણીતા તેના પતિ સાથે ધંધાર્થે બહારગામ રહે છે. જ્યાં 2016માં પરિણિતાના પતિના બાળપણના મિત્ર પાલનપુરના શક્તિનગર ભાગ- 1 વિસ્તારમાં રહેતા જયશંકરભાઇ ભગુલાલ ગજવાણીએ ધંધો કરવા માટે રૂપિયા 32,00,000 ઉછીના લીધા હતા. જે પરત આપવા માટે છ માસના સમયનો વાયદો કર્યો હતો. જોકે, સમયસર નાણાં ન આપી વાયદા કરતા હતા.

દરમિયાન પરિણીતાના સસરાનું નિધન થતાં બંને જણાં પાલનપુર આવ્યા હતા. અને જયશંકરભાઇની દુકાને નાણાંની ઉઘરાણીએ ગયા હતા. તેમણે નાણાંની માંગણી કરતાં જયશંકરભાઇ પોલીસ મથકે જાઉ છુ તેમ કહી દુકાનમાંથી નીકળી ગયા હતા. આથી પરિણીતાનો પતિ તેમને શોધવા ગયો હતો. દરમિયાન જયશંકરભાઇ દુકાને પરત આવ્યા હતા.

તે વખતે એકલી ઉભેલી પરિણીતાને અપશબ્દો બોલી હાથ પકડી આવ તારે પૈસા જોઇએ છે. તેમ કહી ખુણામાં લઇ જઇ ઝપાઝપી કરી છેડતી કરી હતી. તેમજ અઘટીત માંગણી કરી હતી. આથી તેણીએ બુમાબુમ કરતાં વેપારી નાસી ગયો હતો. આ અંગે તેણીએ ે ફરિયાદ નોંધાવી હતી.

મેં પણ ફરિયાદ નોંધાવી છે. આક્ષેપો ખોટા છે
પતિ -પત્ની મારી દુકાને નાણાંની ઉઘરાણી કરવા આવ્યા હતા. તેણીએ અપશબ્દો બોલ્યા હતા. આ અંગે મે પણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મારી સામે કરેલા આક્ષેપો ખોટા છે. બજારમાં મારી દુકાન છે. આક્ષેપો વખતે લોકોની અવર - જવર ચાલુ હતી. ખાસ બાબત તો એ છેકે, એ વખતે પોલીસ પણ મારી દુકાનમાં હાજર હતી.: જયશંકરભાઇ ગજવાણી (વેપારી)

અન્ય સમાચારો પણ છે...