તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:પાલનપુરમાં નિવૃત બીએસએનએલના કર્મચારીના ખાતામાંથી રૂપિયા 49,999 ની ઠગાઈ થઇ

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેક ઓફ બરોડામાંથી બોલુ છું તેમ કહી ઓટીપી નંબર મંગાવી ખાતામાંથી પૈસાની ઉઠાંતરી કરી

બનાસકાંઠામાં ફરી વખત ઓટીપીના માધ્યમથી ખાતામાંથી પૈસા ઉપડવાનું સામે આવ્યું છે. આજે એક બીએસએનએલના નિવૃત્ત 76 વર્ષના આધેડ કર્મચારીને કોઈ અજાણ વ્યક્તિએ ફોન કરી બેંક ઓફ બરોડામાંથી બોલુ છું તેમ કહી ઓટીપી નંબર મંગાવી ખાતામાંથી પૈસાની ઉઠાંતરી કરી છે.

દેના બેન્ક અને બેક ઓફ બરોડા મર્જ થયેલ છે પાસબુક ચેક બૂક અને એ.ટી.એમ નવા મોકલવાની પ્રોસેસ ચાલુ છે

બેંકોના ખાતામાંથી છેતરપીંડીની ઘટના દિનપ્રતિદિન વધતી જાય છે. ત્યારે બેંક દ્વારા લોકોને સાવચેત રહેવા અવારનવાર સલાહ સુચન આપવામાં આવે છે. જ્યારે આજરોજ પાલનપુરમાં રહેતા આધેડ વ્યક્તિ બી.એસ.એન.એલ.ના નિવૃત્ત થઈ પોતાનું જીવન ગુજારી રહ્યાં હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્શે ફોન કરી જણાવતા બેક ઓફ બરોડામાંથી બોલુ છું દેના બેન્ક અને બેક ઓફ બરોડા મર્જ થયેલ છે પાસબુક ચેક બૂક અને એ.ટી.એમ નવા મોકલવાની પ્રોસેસ ચાલુ છે તેમ કહી વાતોમાં ભોળવી મોબાઈલ નંબર પર ઓટીપી મંગાવી નિવૃત કર્મચારીના ખાતામાંથી રૂપિયા 49,999 ઉઠાવી લીધા હતા. જ્યારે પૈસા ઉપડવાનો ટેક્સ મેસેજ કર્મચારીને મોબાઈલમાં આવતા પોતાના દીકરાને જાણ કરતા દીકરા અને કર્મચારીએ પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં સમગ્ર ઘટનાની આપવીતી પોલીસને જણાવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો