તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની અસર:પાલનપુરમાં લગ્નની મંજૂરી માગનારા 20 પરિવારોએ કંકોત્રી જ ન છપાવી

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 128 લોકોએ લગ્ન કરવા માટે મંજૂરી માગી

કોરોના વૈશ્વિક મહામારીમાં સંક્રમણ વધતા અટકાવવા સરકારે લગ્નના પ્રસંગોમાં નિયંત્રણો લાદી દેતા અનેક પરિવારોની હાલત કફોડી બની છે તો બીજીતરફ 20 પરિવારો એવા હતા જેમણે લગ્નની કંકોત્રી જ છપાવી નથી. તંત્રે એવા પરિવારોના જેતે સમયે લગ્ન લખાવ્યાના આધારો પ્રમાણે મંજૂરીની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર માં 128 લગ્નો માટે મંજૂરી આવી છે. હાલમાં સંક્રમણ વધતા સરકારે 200ની સંખ્યા ઘટાડી 100 કરી દેતા ડિસેમ્બરમાં લગ્નના મુહૂર્ત છે તેવા 20 પરિવારોએ લગ્નની કંકોત્રી જ છાપી ન હતી. આ અંગેની વિગતો આપતા પાલનપુર સીટી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અને લગ્ન મંજૂરી અંગેની કાર્યવાહી સાંભળતા ના. મામલતદાર અશ્વિનભાઈ જોષીએ જણાવ્યું હતું કે શુક્રવાર સુધીમાં સીટી વિસ્તારમાં 128 લોકોએ લગ્ન માટે મંજૂરી માંગી છે. જેમાં કેટલાક લોકોએ કંકોત્રીની ઝેરોક્ષ, કેટલાકે અસલ તો વળી કેટલાકે કંકોત્રી છપાવી જ નથી. 5 થી 7 પત્રિકા એવી હતી જેમણે કોરોનાને લઈ જાગૃતિ લક્ષી સૂચન પણ કર્યા હતા.

અંદાજિત 20 પરિવારોએ કંકોત્રી છપાવી નથી. કેટલાક એવા પણ હશે જેઓ કાયદાના અજ્ઞાન હોવાથી મંજૂરી માંગવા અહીં સુધી નહીં આવતા હોય. જે લોકો લગ્ન પ્રસંગ પાર પાડે તે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે જોવાની જવાબદારી સ્થાનિક પોલીસની છે.

અન્ય સમાચારો પણ છે...