બનાસકાંઠા જિલ્લામાં ત્રીજી લહેરમાં રવિવારે વધુ 13 લોકો કોરોના સંક્રમિત બન્યા હતા. પાલનપુરમાં 09, ડીસા 02, લાખણી 01- વડગામમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમની સારવાર શરૂ કરી આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવ્યા હતા.
જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ છે. જ્યાં અત્યાર સુધીમાં 61 કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે. દરમિયાન રવિવારે જિલ્લામાં વધુ 13 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે જિલ્લા એપેડેમિક ઓફિસર ડો. નરેશ ગર્ગઅે જણાવ્યું કે, પાલનપુરમાં 09, ડીસા 02, લાખણી 01- વડગામમાં 01 કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા. રવિવારે આર. ટી. પી. સી. આર. સેમ્પલ 1663, એન્ટીજન સેમ્પલ 695 મળી કુલ 2358 સેમ્પલ લેવાયા હતા. જે પૈકી આ 13 કેસ પોઝિટિવ આવ્યા છે. આ દરમિયાન અગાઉના ત્રણ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલમાં કુલ એકટિવ કેસ 68 છે.
આજથી બુસ્ટર ડોઝ
બનાસકાંઠામાં જે લોકોએરસીના બે ડોઝ પુરા કર્યા છે. તેમને બુસ્ટર ડોઝ આપવામાં આવનાર છે. જે આજથી શરૂ કરાશે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને આવરી લેવામાં આવશે. જે પછી પોલીસ સહિતના કર્મચારીઓને બુસ્ટર ડોઝ અપાશે.ડો. જીજ્ઞેશ હરિયાણી (જિલ્લા રસીકરણ અધિકારી)
સંક્રમિત દર્દીઓ
સ્ત્રી-પુરુષ સરનામું |
પુરુષ પાલનપુર |
મહિલા પાલનપુર |
પુરુષ પાલનપુર |
પુરુષ પાલનપુર |
પુરુષ પાલનપુર |
પુરુષ પસવાદળ, વડગામ |
પુરુષ રાજ રેસીડેન્સી, હનુમાન ટેકરી, પાલનપુર |
પુરુષ રાજ રેસીડેન્સી, હનુમાન ટેકરી, પાલનપુર |
મહિલા કાણોદર, પાલનપુર |
મહિલા કાણોદર, પાલનપુર |
પુરુષ સી.એલ. પાર્ક, ડીસા |
પુરુષ નગરપાલિકા સામે, ડીસા |
મહિલા ધાણા, લાખણી |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.