તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીડ ઉમટી:પાલનપુર જનસેવા કેન્દ્રમાં દાખલામાં મામલતદાર સહી ન કરતાં ધરમધક્કા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જનસેવા કેન્દ્રમાં દાખલા કઢાવવા અરજદારોની લાઈનો - Divya Bhaskar
જનસેવા કેન્દ્રમાં દાખલા કઢાવવા અરજદારોની લાઈનો
  • 200 દાખલા ભેગા થાય ત્યારે જ સહી કરી આપે તેવા અરજદારોના આક્ષેપો

પાલનપુર જનસેવા કેન્દ્રમાં અલગ અલગ દાખલા કઢાવવા માટે આવતા અરજદારોને દાખલાઓમાં મામલતદાર સહી ન કરી આપતાં હોવાની બુમરાડ ઉઠી છે. 200 દાખલા ભેગા થાય ત્યારે જ સહી કરી આપતા હોવાના અરજદારો દ્વારા આક્ષેપો કરાયા છે. અને અરજદારોને ધરમધક્કા ખવડાવવામાં આવતા હોવાની રાવ ઉઠી છે.

પાલનપુર જનસેવા કેન્દ્રમાં છેલ્લા કેટલાક દિવસથી આવતા ગરીબ અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરીબ અરજદારો પાંચ પાંચ દિવસ સુધી લાઇનમાં ઊભા રહીને દાખલ કઢાવતા હોય છે ત્યારે એ દાખલામાં સીટી મામલતદાર દ્વારા ધરમધક્કા ખવડાવવામાં આવતા હોવાની વ્યાપક રાવ ઉઠી છે. આ અંગે અરજદાર રમેશભાઇએ જણાવ્યું હતુ કે, 200-200 દાખલા ભેગા થાય ત્યારે જ એક સાથે સહી કરી આપતા હોઈ અરજદારોને સતત પાંચ દિવસ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે.

પાલનપુર જોરોવર પેલેસમાં જનસેવા કેન્દ્રમાં તાલુકાના ગામડા સહિત પાલનપુર શહેરના અરજદારો અને વિદ્યાથીઓ દાખલા, ક્રિમિનલ,આવકના દાખલા,જાતિના દાખલા સહિત 8-12ના ઉતારા મેળવવા ખેડૂતો આવતા હોય છે. જ્યાં મંગળવારે જનસેવા કેન્દ્રોમાં અરજદારો સહીત વિદ્યાથીઓની લાઈનો લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...