તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારીઓ:પાલનપુરમાં ત્રણ દિવસના પાણી કાપને લઇને સૂચના અપાઇ, નગરપાલિકાએ વ્યવસ્થાની તૈયારીઓ હથ ધરી

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરોઈ ડેમની યોજનામાં હેડ મશીનરીની કામગીરીને લઇને ત્રણ દિવસ પાણી કાપ
  • પાલનપુર નગરપાલિકા દ્વારા ત્રણ દિવસ માટે જે ટ્યૂબવેલ છે તે સિવાય અન્ય બે ટ્યુબવેલ ચાલુ કાર્યરત કરવામાં આવશે

પાલનપુર સહિત અંબાજી શહેરને પીવા માટેનું તેમજ અન્ય પાણી ધરોઈ ડેમમાંથી આપવામાં છે. જોકે, આગામી ત્રણ દિવસ માટે ધરોઈ ડેમની યોજનામાં હેડ મશીનરીની કામગીરી કરવામાં આવવાની હોવાથી ત્રણ દિવસ માટે પાણી પુરવઠો બંધ રાખવામાં આવવાની જાહેરાત કરવામાં આવી છે. રીપેરીંગની કામગીરીને લઇ આગામી 10 જૂનથી 12 જૂન સુધી પાણી બંધ રહેશે જે માટે પાલનપુર નગરપાલિકાને પાણી માટે અન્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સૂચના પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવી છે.

ત્રણ દિવસ માટે પાણી પુરવઠો બંધ રહેવાથી પાલનપુર નગરપાલિકા દ્વારા તૈયારીઓ હાથ ધરાઇ છે. આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ ધરોઈ જૂથ યોજનામાં ટેકનિકલ સારવારને લઈ પાણી પુરવઠો બંધ રાખવાની જાણકારી મળી છે. ત્યારે પાલનપુર નગરપાલિકા દ્વારા આ ત્રણ દિવસ માટે હાલના જે ટ્યૂબવેલ છે તે સિવાય અન્ય બે ટ્યુબવેલ ચાલુ કરી કાર્યરત કરવામાં આવશે. તેમજ વધુ પાણીની જરૂરિયાત ઉભી થાય તો ટેનકર દ્વારા પણ પાણી પૂરું પાડવામાં આવશેય ચીફ ઓફિસરે લોકોને અપીલ કરી હતી કે લોકો આગામી બે દિવસ પાણીનો સ્ટોક કરી રાખે તેમજ બિનજરૂરી પાણીનો બગાડના કરેતે ખૂબ જરૂરી છે

અન્ય સમાચારો પણ છે...