તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાતિલ કોરોના:પાલનપુર જિલ્લામાં 29 શિક્ષકોને કોરોના ભરખી ગયો

પાલનપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાની બીજી લહેરમાં એપ્રિલમાં 16 અને મેમાં 13 શિક્ષકોના નિધન
  • સૌથી વધુ દાંતાના 6, વડગામ કાંકરેજના 5-5 શિક્ષકો સંક્રમિત થયા હતા

કોરોનાની બીજી લહેરમાં જિલ્લામાં શિક્ષકોને કોરોના ભરખી ગયો છે.જેમાં 4 શિક્ષિકાઓનો પણ સમાવેશ થાય છે. એપ્રિલમાં 16 અને મેમાં 13 શિક્ષકોના નિધન થયા હતા.જેમાં સહુથી વધુ દાંતાના 6, વડગામ કાંકરેજના 5-5 શિક્ષકોનો સમાવેશ થાય છે.

પ્રાથમિક શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે મોટા ભાગના શિક્ષકો એવા હતા જે નાની ઉંમરના હતા. 7મીએ સોમવારથી બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓનું શિક્ષણકાર્ય શરૂ થયું છે.તો બીજી બાજુ જિલ્લામાં કોરોના કાળના પીક દરમિયાન પણ શિક્ષકોએ શાળામાં જઈ ફરજ બજાવી હતી. તેવામાં કોરોનાના એપ્રિલ મેં મહિનાની ઘાતક લહેર દરમિયાન જિલ્લામાં હોનહાર શિક્ષકો ગુમાવવાનો વારો આવ્યો હતો. શિક્ષણ વિભાગે આપેલી વિગતો મુજબ દાંતામાં 6, વડગામ કાંકરેજમાં5-5, દાંતીવાડા ડીસા 3 3, અમીરગઢ 2 જ્યારે ભાભર વાવ થરાદ ધાનેરા અને લાખણીમાં 1-1 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે.

ડીસા તાલુકાની શાળામાં ફરજ બજાવતા અને કુમર ગામના વતની ઈશ્વરભાઈ ડાભી નામના શિક્ષકે અનેક છાત્રોને નોકરીએ લગાડ્યા હતા.

મોતને ભેટલા શિક્ષકકઈ પ્રાથમિક શાળા
નકુલકુમાર પટેલસાંઢોસી શાળા તા. દાંતા
મીરાબેન સુવેરાથાણા શાળા તા. દાંતા
કાંનસિંહ જેવતસિંહ મકવાણાવીરમવેરી પ્રા. શાળા તા. દાંતા
જસવંતકુમાર દેવજીભાઇમાનપુર પ્રા. શાળા તા. દાંતા
વિઠ્ઠલભાઇ ચૌહાણધાબાવાળી વાવ તા. દાંતા
કાંતિભાઇ મનાતપીંપળાવાળી વાવ તા. દાંતા
પ્રકાશચંદ્ર શંકરભાઇ પ્રજાપતિજલોત્રા પ્રા. શાળા તા. વડગામ
હેમરાજભાઇ પરથીભાઇ કોરોટ

મજાદર પ્રા. શાળા તા. વડગામ

સુરેશભાઇ કાળીદાસ પટેલ

મગરવાડા પ્રા.શાળા તા. વડગામ

લક્ષ્મણભાઇ ધૂડાભાઇ કાળમા

ઇસ્લામપુરા (વ) શાળા તા. વડગામ

સવિતાબેન હિરાભાઇ

હસનપુરા પ્રા. શાળા તા. વડગામ

માલાભાઇ ઓખાભાઇ પરમારવસ્ત્રાધર પ્રા. શાળા તા. કાંકરેજ
બળદેવભાઇ જોષીચેખલા પ્રા. શાળા તા. કાંકરેજ
રમેશજી ગોડાજી ઠાકોરકંબોઇ પ્રા. શાળા તા. કાંકરેજ
બાબુલાલ શંકરભાઇ પટેલફતેગઢ પ્રા. શાળા તા. કાંકરેજ
મહેશભાઇ ગુણવંતભાઇ સોલંકી

સી. આર. સી. આકોલી તા. કાંકરેજ

રમેશભાઇ ધુળાભાઇ ચૌધરી

જેગોલ પ્રા. શાળા તા. દાંતીવાડા

કૈલાસપુરી આશાપુરી ગૌસ્વામી

સાતસણ પ્રા. શાળા તા. દાંતીવાડા

પેથાભાઇ બાવાભાઇ ચૌધરીવાઘોર પ્રા.શાળા તા.દાંતીવાડા
ઇશ્વરભાઇ ચેહરાભાઇ ડાભજાવલ પ્રા. શાળા તા.ડીસા
સોનલબેન ભુપેન્દ્રભાઇ ખોખરીયાથેરવાડા પ્રા. શાળા તા. ડીસા
લાખાભાઇ સાયબાભાઇ કોટવાળા

ગણેશપુરા (કુ) પ્રા. શાળા તા.ડીસા

આશિષભાઇ ડી. સોલંકી

સાબરેઠાફળી પ્રા. શાળા તા. અમીરગઢ

મુકેશભાઇ પટેલ

રબારણ પ્રા. શાળા તા. અમીરગઢ

હસાભાઇ નેમાભાઇ મેમદાવાદીયારેલવે સ્ટેશન તા. ભાભર
મયુરીબેન ધીરૂભાઇ ચૌધર

કારેલીગામડી પ્રા. શાળા તા. વાવ

દેવાજુભાઇ નમનુભાઇ ગાવી

વી. એમ.પરીખ થરાદ - 2 પ્રા. શાળા,

રોહિતભાઇ પંડ્યા

ભીલવાસ (ધા) પ્રા. શાળા તા. ધાનેરા

વિનોદભાઇ નાયક

સરકારી ગોળીયા પ્રા. શાળા તા. લાખણી

અન્ય સમાચારો પણ છે...