ખરીદીનો ઝગમગાટ:પાલનપુરમાં ધનતેરસે પાંચ કરોડના સોના-ચાંદીના દાગીનાની ખરીદી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બજારમાં ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. - Divya Bhaskar
બજારમાં ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે.
  • ગયા વર્ષ કરતા ખરીદી બેવડાઈ, 365 શોરૂમ, દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામી

પાલનપુરમાં દિવાળીના તહેવારને લઇ પ્રજાજનોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યાં મંગળવારે ધનતેરસે સોના-ચાંદીની ખરીદીમાં ઝગમગાટ જોવા મળ્યો હતો. શહેરની 365 શો રૂમ તેમજ નાની મોટી દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. સાંજ સુધીમાં પાંચ કરોડ ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની ખરીદી થઈ હતી. પાલનપુરમાં છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે સરકારી નિયંત્રણો વચ્ચે બજાર બંધ રહેતા દિપાવલી સહિતના તહેવારોની ઉજવણી થઇ ન હતી. જોકે, આ વર્ષે કોરોનાના કેસો ન હોવાથી દિપાવલીના તહેવારો ઉજવવા પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિપાવલીને આડે હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે બજારમાં વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. જ્યાં મંગળવારે ધનતેરસનું પર્વ વેપારીઓ માટે ખૂબ જ શુકનવંતુ પુરવાર થયું હતું. આ અંગે વેપારી રીકેનભાઈ અટોસે જણાવ્યું હતુ કે, શહેરમાં સોના- ચાંદીનાના દાગીનાના શો- રૂમ તેમજ નાની - મોટી 365 દુકાનોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી હતી. સાંજ સુધીમાં શહેરમાં રૂપિયા 5 કરોડના સોના- ચાંદીના દાગીનાનું વેચાણ થયું હતુ.

ગત વર્ષ કરતાં સારી એવી ખરીદી
પાલનપુરમાં બે વર્ષથી કોરોનાનો વાયરસ હોવાથી સોના- ચાંદી બજારમાં ખરીદી ઘટી હતી.જોકે, આ વર્ષે કુદરતની મહેર હોવાથી દરેક તહેવારો ઉજવાઇ રહ્યા છે. ગત વર્ષે માંડ બે કરોડ જેટલી ખરીદી થઈ હતી. જે આ વર્ષે ધન તેરસે બેવડાઈ છે. - સુરેશભાઈ શાહ (પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...