નિર્ણય:પાલનપુરમાં મોટા ગરબાનું શેરી ગરબામાં રૂપાંતર, 30 શેરી ગરબાને મંજૂરી અપાઈ

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેરી ગરબામાં 70 ધનવંતરી આરોગ્ય રથ દ્વારા ખેલૈયાઓનું વેક્સિનેશન કરાશે

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે યોજાનારા શેરી ગરબામાં 70 ધનવંતરી આરોગ્ય રથ દ્વારા ખેલૈયાઓનું વેકસિનેશન કરાશે. જ્યાં પાલનપુરમાં આ વખતે પાર્ટી પ્લોટ સહિત મોટા ગરબા મંડળોને મંજુરી ન મળતાં યુવાનોએ નવા ગરબા મંડળોની રચના કરતાં મોટા ગરબાઓનું શેરી ગરબામાં રૂપાંતર થવા પામ્યું છે. તંત્ર દ્વારા બુધવાર સાંજ સુધીમાં 30 શેરી ગરબાને મંજૂરી આપી દીધી છે. બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રિના શેરી ગરબામાં આવનારા ખેલૈયાઓને કોરોના વેકસિન અપાશે.

જિલ્લા આર.સી.એચ.ઓ. ર્ડા. જીગ્નેશ હરીયાણીએ જણાવ્યું કે, ગરબા રમવા આવનાર તમામ લોકોએ રસી લીધેલી હોવી ખૂબ જ જરૂરી છે. જ્યાં 70 ધનવંતરી રથ દ્વારા ખેલૈયાઓને રસી અપાશે. દરમિયાન પાલનપુરમાં યોજાતા મોટા ગરબાઓને મંજુરી ન મળતાં સોસાયટીના રહિશો અલગથી જ ગરબા મંડળની રચના કરી મંજુરી માંગી લીધી છે. આ અંગે રમેશભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, અમારી સોસાયટીના રહિશો દર વર્ષે દિલ્હીગેટ જય ભવાની યુવક મંડળના ગરબામાં જતાં હતા.

જોકે, આ વખતે ત્યાં મંજુરી અપાઇ ન હોવાથી દિલ્હીગેટ બ્રાહ્મણવાસમાં માતાજીના શેરી ગરબાનું આયોજન કર્યુ છે. આ અંગે પાલનપુર સીટી મામલતદાર એલ. ટી. પરમારે જણાવ્યું કે, બુધવારે સાંજ સુધીમાં શહેરમાં 30 જેટલા શેરી ગરબાને મંજુરી આપવામાં આવી છે.

પાલનપુરમાં આ સ્થળોએ શેરી ગરબા રમાશે
સ્વાગત ગ્રીન સોસાયટી હનુમાન ટેકરી, સાકાર રેસીડન્સી આબુ હાઇવે, શુકન બંગ્લોઝ અાબુ હાઇવે, અર્બુદાનગર સુખબાગ રોડ, ઉમિયા શક્તિમંડળ જુના લક્ષ્મીપુરા, સ્વાગતવીલા સોસાયટી ડીસા હાઇવે, ઘેમરપુરા ઢુંઢીયાવાડી, ગોલ્ડનપાર્ક કો. ઓ. હા. સો. અમદાવાદ હાઇવે, ગોકુલ કો. ઓ. હા. સો. અમદાવાદ હાઇવે, દેવસ્ય હીલ સોસાયટી અમદાવાદ હાઇવે, કર્મચારી યુવક મંડળ આબુ હાઇવે, સ્કાઇલાઇન રેસીડન્સી હનુમાન ટેકરી, તિરૂપતી ટાઉનશીપ ડીસા હાઇવે, વીરકૃપા સોસાયટી ઢુંઢીયાવાડી, દેવર્ષિ રેસીડેન્સી એગોલા રોડ, સાર્વજનિક માયમંડળ ઘેમરપુરા, ઉમિયાનગર જુના લક્ષ્મીપુરા, શક્તિનગર સુખબાગરોડ, ઢુંઢીયાવાડી ભોલેબાબા મંદિર, તિરૂપતિ રાજનગર સોસાયટી, અક્ષતમ ભાગ- 2, રાજારામ ગુરૂકુળ સ્કુલ સહીત 30 સ્થળોએ શેરી ગરબા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...