તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાંજલિ:પાલનપુરમાં કોંગ્રેસના અગ્રણીઓએ કોરોનામાં જિંદગીનો જંગ હારી ગયેલાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના કરી

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

છેલ્લા બે વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશભરમાં અનેક લોકો કોરોના સામેની લડાઇમાં જંગ હારી મોતને ભેટ્યા છે. લોકો કોરોનાની મહામારીમાં લાચાર બની ગયા છે. કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ હતી અને અનેક લોકો કોરોના સામે જિંદગીનો જંગ હારી ગયાં છે. મૃતકોના આત્માને સદગતિ મળે તે માટે બનાસકાંઠા કોંગ્રેસ અગ્રણીઓએ પાલનપુર કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના કરી હતી.

કોરોનાની ઘાતકી બીજી લહેરમાં ઓક્સિજન, બેડ તેમજ ઇન્જેક્શન માટે લોકો દોડાદોડી કરતા જોવા મળ્યા પોતાના સ્વજનોને કેવી રીતે બચાવી શકાય તે માટે લોકો દિવસ રાત ભટક્યા કરતા હતા, પરંતુ બીજી લહેર આગળ માનવી લાચાર બની જોતો રહ્યો અને ઘણાં લોકો કોરોના બીમારીમાં મોતને ભેટ્યા હતા. ત્યારે મોતને ભેટેલા મૃતકોના આત્માને સદગતિ મળે તે માટે બનાસકાંઠા કોંગ્રેસ અગ્રણીઓએ પાલનપુર કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના કરી હતી.

આ શ્રદ્ધાંજલિ કાર્યકર્મમાં કોંગ્રેસમાં નેતાઓએ મૃતકોને શ્રદ્ધાંજલી આપી સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકારની ઓક્સિજનની અવ્યવસ્થા ના અભાવે લોકો મૃત્યુ પામ્યા છે. જે લોકો મોત ને ભેટ્યા છે તેમને સરકાર સહાય આપે અને સરકાર મોતના સાચા આંકડા જાહેર કરે. સરકારે આં બીજી લહેરની ગંભીરતા ન લીધી જેના કારણે ઘણાં લોકોને જીવ ગુમાવ્યા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...