દંડનીય કાર્યવાહી:પાલનપુર શહેરમાં માસ્ક ન પહેરતા 12 લોકો દંડાયા, રૂ.2600 નો દંડ વસુલ્યો

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં માસ્ક વગર ફરતા રાહદારીઓ અને દુકાનદારો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા દ્વારા શહેરના કીર્તિસ્તંભ, સિમલાગેટ, રેલ્વે સ્ટેશન સહિતના વિસ્તારમાં માસ્ક વગર ધંધો કરતા વેપારીઓ અને માસ્ક પહેર્યા વગર ફરતા રાહદારીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી રૂ.2600 નો દંડ વસુલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...