આંગણવાડી કેન્દ્રો શરૂ:પાલનપુરની આંગણવાડીઓમાં પ્રથમ દિવસે 35.50 ટકા બાળકો જ હાજર

પાલનપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકોએ પ્રથમ દિવસ નાસ્તા કરી કૂતુહલ થી પસાર કર્યો હતો. - Divya Bhaskar
બાળકોએ પ્રથમ દિવસ નાસ્તા કરી કૂતુહલ થી પસાર કર્યો હતો.
  • ચાર ઘટકમાં 16672 બાળકો પૈકી 5919 બાળકોને વાલીઓએ આંગણવાડીમાં મોકલ્યા

બનાસકાંઠા જિલ્લામાં ગુરૂવારથી આંગણવાડીઓ શરૂ થઇ હતી. જ્યાં પાલનપુરના ચાર ઘટકમાં પ્રથમ દિવસે 35.50 ટકા બાળકોને જ તેમના વાલીઓએ આંગણવાડીમાં મુક્યા હતા. આગામી દિવસોમાં બાળકોની આ સંખ્યા વધશે.

કોરોનાની મહામારીનું સંક્રમણ ઘટતાં ધીમે ધીમે જન જીવન ધબકતું થઇ રહ્યુ઼ છે. જેની સાથે સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં ગુરૂવારે જિલ્લામાં 23 મહીના પછી પ્રથમ વખત આંગણવાડી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા.

જેમાં પાલનપુરના ચાર ઘટકોમાં પ્રથમ દિવસે 35.50 ટકા બાળકો હાજર રહ્યા હતા. આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, પાલનપુરના ચાર ઘટક પૈકી પ્રથમ ઘટકમાં 1700, બીજા ઘટકમાં 965, ત્રીજા ઘટકમાં 1686 અને ચોથા ઘટકમાં 1508 મળી કુલ 5919 બાળકો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાલનપુરના ચાર ઘટકોમાં બાળકોની કુલ સંખ્યા 16672 છે.

ભીલડીમાં બાળકોનું મોં મીઠું કરાવ્યું
આંગણવાડીમાં અભ્યાસ કરતા 0 થી 06 વર્ષ ના બાળકોના વાલીઓની સંમતિથી સરકારની કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ ગુરૂવારથી શૈક્ષણિક કાર્યચાલુ કરવામાં આવ્યું હતું. ભીલડીપંથકમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક આંગણવાડીમાં માસ્ક પહેરી સરકારની ગાઇડ લાઇનનો અમલ કરતા જોવા મળ્યા હતા.આંગણવાડી કાર્યકર બેન દ્વારા બાળકોને મોઢું મીઠું કરાવી આંગણવાડીમાં પ્રવેશ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...