તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રાની તૈયારી:પાલનપુર અને ડીસામાં આવતીકાલે ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળશે

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર રથયાત્રાના રૂટ પર પોલીસની ફ્લેગમાર્ચ યોજાઈ
  • રથયાત્રાના સમયે દરમિયાન શહેરમાં કરફ્યુ જાહેર કરાયો

બનાસકાંઠામાં પણ પાલનપુર અને ડીસા ખાતે આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે ત્યારે કોરોના મહામારીના કારણે શહેરમાં શાંતિ બની રહે અને લોકોના ટોળા એકઠા ન થાય તે માટે પાલનપુરમાં આજે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ હતી.

પાલનપુર અને ડીસામાં પણ આવતીકાલે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. રથયાત્રા માટે સંચાલકો સહિત પોલીસ દ્વારા અત્યાર સુધી સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પાલનપુર ખાતે મોટા રામજી મંદિર રથયાત્રા નીકળી શહેરના મુખ્ય માર્ગો પર થઇ પરત ફરશે. રથયાત્રાના દર્શન કે રથયાત્રામાં જોડાવા માટે સામાન્ય જનતા પર પાબંધી લગાવી છે.

કોરોના મહામારીના કારણે રથયાત્રાના દિવસે રથયાત્રા માર્ગ પર કરફ્યુ લાદવામાં આવ્યો છે ત્યારે લોકોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજે પાલનપુર ખાતે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું રથયાત્રાના રૂટ પર પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી અને લોકોને રથયાત્રામાં ન જોડાવા માટે તેમજ પોતાના ઘર માંથી જ દૂરથી દર્શન કરવા માટે સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...