તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાલનપુરમાં આદિવાસી દિને પડતર માંગ મામલે કલેકટરમાં આવેદનપત્ર પાઠવ્યું

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આવેદન આપવા મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઊમટી હતી - Divya Bhaskar
આવેદન આપવા મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઊમટી હતી
  • આજે રજૂઆત માટે આવ્યા છીએ, મહિના પછી આવીશું તો અહીંયાંથી ઉઠીશું નહીં : જીગ્નેશ મેવાણી

જિલ્લામાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકોના વર્ષો જૂના પડતર પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા સોમવારે વડગામ ધારાસભ્ય તેમજ દાંતા ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ઉજવણીને બદલે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. પાલનપુર ખાતે જિલ્લા કલેકટર કચેરીએ સોમવારે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે જિલ્લામાં વસવાટ કરતાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના પડતર પ્રશ્નોને લઇ આવેદનપત્ર પાઠવ્યા હતા.

જ્યાં દાંતા ધારાસભ્ય કાંતિભાઇ ખરાડીએ જણાવ્યું કે ‘આજે અમારે ઉજવણીનો તહેવાર છે પરંતુ સરકાર અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવતી નથી જેને લઈને અમારે ઉજવણીની જગ્યાએ આવેદનપત્ર પાઠવવા પડે છે. ત્યારે આ બાબતે સરકારને શરમ આવવી જોઇએ.’ તેમજ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ‘આજે તો આપણે બે-ચાર કલાક માટે રજૂઆત માટે આવ્યા છીએ પરંતુ નિરાકરણ નહીં આવે તો એક મહિના પછી આવીશું તો અહીંયાથી ઉઠીશું નહીં.

ત્યારબાદ આગેવાનો સાથે જિલ્લા કલેકટરને પડતર માગણીને લઈ રજુઆત કરી હતી.’ કઈ કઈ પડતર માંગણીઓ છે આદિવાસી સમાજના લોકો માટે વન અધિકાર-2006 કાયદો લાગુ કરવા અને તાત્કાલિક ધોરણે 7/12 ના ઉતારા નામે કરવા, છાપરા અને હાથીદ્રાના આદિવાસીઓના વન અધિકારના દાવાઓ 315 અને 120નો નિકાલ કરવો, વન અભ્યારણમાં વસતા લોકોને જંગલ ખાતા દ્વારા થતી હેરાનગતિ બંધ કરવી,આદિવાસી વિસ્તારમાં પાણી,વીજળી અને રસ્તાઓની સુવિધા ઉપલબદ્ધ કરવી, એસ.સી અને એસ.ટી સબ પ્લેનના નાણાંઓનો ઉપયોગ ખાલી અને જાતી અને અનુ.જન જાતિ માટે જ કરવામાં આવે.

કરમાવતમાં વસતા 50 પરિવારોને જંગલ જમીનના 7/12 ઉતારા તાત્કાલિક મંજુર કરવા, વડગામ મતવિસ્તારમાં જલોત્રાથી કરમાવતનો રસ્તો બનાવવો અને કરમાવતના આદિવાસી ભાઈઓ ને પાણી અને વીજળી ની સુવિધા પૂરી પાડવી, આદિવાસી વિસ્તારમાં આવતી આંગણવાડીમાં સંજીવની યોજના હેઠળ બાળકોને દૂધ પૂરું પાડવું, દાંતા અને અમીરગઢ તાલુકાને સંવિધાનની અનુ.5 માં સામેલ કરો, સરકારી ભંડોલમાંથી આદિવાસી વિસ્તારમાં સ્વરોજગાર ઉભા કરો અને તાલીમ આપી સ્વ નિર્ભર કરો.

અન્ય સમાચારો પણ છે...