તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પાલનપુરમાં યુવકના માથામાં ધોકો મારી એક્ટિવા લઈ બે શખ્સો ફરાર, શનિવારે મોડી રાત્રે યુવક દુકાન વધાવીને ઘરે જતો હતો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકનો મોબાઈલ પણ લઈ ગયા,લૂંટની ફરિયાદ નોંધાઈ

પાલનપુરમાં પંચરત્ન કોમ્પ્લેક્ષ આગળ શનિવારે મોડી રાત્રે એક યુવકના માથામાં ધોકો મારી બે અજાણ્યા શખ્સોએ તેની એક્ટિવા તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવને લઈ શહેરમાં ચકચાર મચી ગઈ હતી.આ અંગે દરજી કામ કરતાં યુવકે પૂર્વ પોલીસ મથકે બંને અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી બંને શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.પાલનપુર શહેરના માન સરોવર નેમિનાથ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર કુમાર રતનલાલ ગોયલ (ઉ.વ.29) શહેરમાં પંચરત્ન કોમ્પ્લેક્ષમાં દરજી કામ કરે છે. જેઓ શનિવારે મોડી રાત્રે દુકાન વધાવી બહાર પાર્ક કરેલી એક્ટિવા નંબર જીજે.08.બીપી.9408માં ચાવી લગાવી ફોન કરતા હતા.

તે દરમિયાન આવેલા અજાણ્યા બે શખ્સએ યુવકના માથામાં ધોકો મારી તેની રૂપિયા 45,000ની એક્ટિવા તેમજ રૂપિયા 6000ના મોબાઈલ ફોનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવે શહેરમાં ચકચાર જગાવી છે.યુવકે બૂમાબૂમ કરતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા.પરંતુ બંને શખ્સ ભાગી ગયા હતા.આ અંગે ભોગ બનનારા જીતેન્દ્ર કુમારે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સઓ સામે ગૂનો નોંધી તેમને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser