તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:પાલનપુરમાં વેપારીએ 50 સિલેન્ડર વસાવી લોકોને ફ્રીમાં ઓક્સિજન પૂરો પાડવા સેવા શરૂ કરી

3 મહિનો પહેલા
  • ઓક્સિજન સિલેન્ડર ભરાવવાનો પણ એક પણ રૂપિયનો ચાર્જ લેતા નથી

પાલનપુરમાં વેપારીના ભાઈનું કોરોનામાં મોત થયું હતું. જેથી હવે કોઈ કોરોના પોઝિટિવ દરમ્યાન ઓક્સિજનની અછતથી મોત ન થાય તેને લઈ વેપારીએ 50 સિલેન્ડર વસાવી લોકોને ફ્રીમાં ઓક્સિજન પૂરો પાડવા સેવા શરૂ કરી છે.

દિલીપ પાધ્યા વેપારી ઓક્સિજન સેવા સંચાલક
દિલીપ પાધ્યા વેપારી ઓક્સિજન સેવા સંચાલક

સાણંદથી ઓક્સિજન મેળવી બનાસકાંઠાના દર્દીઓને મદદ

પાલનપુરના ચંડીસર જીઆઇડીસીમાં ફેક્ટરી ધરાવતા દિલીપભાઈ પાધ્યા નામના એક વેપારીએ ઓક્સિજન સેવા શરૂ કરી છે. કોઈ પણ જાતના ચાર્જ વિના જ ઓક્સિજન સિલેન્ડર આપે છે. તો ઓક્સિજન સિલેન્ડર ભરાવવાનો પણ એક પણ રૂપિયનો ચાર્જ લેતા નથી. જિલ્લામાં ઓક્સિજનની સાથે સાથે ઓક્સિજન ભરાવવા ઓક્સિજનના ખાલી સિલેન્ડર મેળવવા ખુબ જ મુશ્કેલ બન્યા છે. તેવા સમયે પાલનપુરના આ વેપારી દ્વારા શરૂ કરાયેલી ઓક્સિજનના 50 સિલેન્ડરની સેવાની મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યાં છે.

ગામના 3-4 લોકોને ઇમર્જન્સી સમયે લાભ અપાવ્યો

મહત્વની વાત એ છે કે આ વેપારી પોતાના 50 સિલેન્ડર ભરાવવા બનાસકાંઠા જિલ્લાને મળતા ઓક્સિજન જથ્થાનો ઉપયોગ નથી કરતો. પરંતુ સાણંદમાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ સાથે ટાયપ કરી સાણંદથી ઓક્સિજન મેળવી બનાસકાંઠાના દર્દીઓની મદદ કરી રહ્યાં છે. જોકે કોઈ પણ દર્દી પાસેથી આ વેપારી ટ્રાંસપોટેશન ખર્ચ કે કંઈ જ લેતો નથી. ચંડીસર ગામના સરપંચ દેવેન્દ્ર છાપીયાએ જણાવ્યું હતું કે અમારી જીઆઇડીસીમાં કાર્યરત એક ફેક્ટરીના માલિકે ઓક્સિજન સેવા શરૂ કરી છે. મે પણ આ સેવાનો મારાં ગામના 3-4 લોકોને ઇમર્જન્સી સમયે લાભ અપાવ્યો છે.

સિલેન્ડરમાં સાણંદથી ઓક્સિજન ભરાવી લોકોને અપાય છે

ઓક્સિજન સેવા સંચાલક વેપારી દિલીપ પાધ્યાએ જણાવ્યું હતું કે મારા ભાઈનું કોરોનામાં મોત થયું હતું. જેથી હવે કોઈ કોરોના પોઝિટિવ દરમ્યાન ઓક્સિજનની અછતથી મોત ન થાય તેને લઈ મે ઓક્સિજન સેવા શરૂ કરી છે. 50 સિલેન્ડર વસાવ્યા છે. આ સિલેન્ડર અમે સાણંદથી ભરાવી લોકોને ઓક્સિજન પૂરો પાડીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...