કાર્યવાહી:પાલનપુરમાં ઘરેલું ગેસના બાટલાના કાળાબજાર કરતો શખ્સ ઝડપાયો

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા પુરવઠાની ટીમે પાલનપુરના એક શખ્સને ઘરેલું ગેસના બાટલાના કોર્મશિયલમાં કાળા બજાર કરતાં ઝડપી લીધો હતો. જેની પાસેથી 152 બાટલા સહિત કુલ રૂપિયા 3.92 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર પુરવઠા શાખાના નાયબ મામલતદાર સંજય ગૌસ્વામીએ જણાવ્યું કે, પુરવઠા વિભાગના ચીફ સપ્લાય ઇન્સપેકટર વિજય દેસાઇ, પાલનપુર સીટી મામલતદાર ડી. જી. પરમાર, પાલનપુર સીટી નાયબ મામલતદાર બી. જી. ચાવડા અને ઇન્સપેકટર નરેશ ચૌધરીએ બુધવારે શહેરના જુનાગંજમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જ્યાં તોલારામ તીરથદાસ કુંદનાણીને ઘરેલું ગેસના બાટલાના કોર્મશિયલમાં કાળા બજાર કરતાં ઝડપી લીધો હતો. જેની પાસેથી 152 બાટલા, એક રિક્ષા, વજન કાંટો સહિત કુલ રૂપિયા 3.92 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...