ACBની સફળ ટ્રેપ:પાલનપુરમાં ડાયરેક્ટર જન શિક્ષણ સંસ્થાનો કરાર આધારિત કર્મચારી 20000ની લાંચ લેતા ઝડપાયો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદીને નોકરીમાં હેરાનગતિ ન કરવા અને નિયમિત પગારની ચુકવણી કરવા આરોપીએ લાંચ માગી હતી

પાલનપુર ડાયરેક્ટર જન શિક્ષણ સંસ્થામાં કરાર આધારિત ફરજ નિભાવતા કર્મચારીને એસીબીએ 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. એસીબીની કાર્યવાહીના પગલે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પાટણ એસીબીએ જન શિક્ષણ સંસ્થાનની કચેરી ઢૂંઢીયાવાડીમાં કરાર આધારિત જન શિક્ષણ સંસ્થા કેન્દ્ર સરકારની નાણાકીય સહાય આધારિત સંસ્થામાં નરોત્તમભાઈ પ્રજાપતિને પાટણ એસીબીએ ઝડપી પાડયા છે. જોકે આ કામના ફરીયાદી કેન્દ્ર સરકારની નાણાકીય સહાય પર આઘારીત જન શિક્ષણ સંસ્થામાં ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હોય આ કામના આરોપી તેમના નિયંત્રણ અધિકારી હોઇ તેમને નોકરીમાં હેરાનગતિ નહી કરવા તેમજ પગાર ની નિયમિત ચૂકવણી કરવા રૂપિયા 20,000 ની લાંચની માંગણી કરેલ હતી. જે આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરતા તેઓની ફરિયાદ આધારે કરવામાં આવેલ ટ્રેપ દરમ્યાન આ કામના આરોપી રૂપિયા 20,000 ની લાંચ લઈ પકડાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...