અકસ્માત:પાલનપુરમાં ટ્રેલરની ટક્કરથી કાર પલટી, ચાલકનો બચાવ

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર આબુ હાઇવે પર દોડતા ભારે વાહનોથી અકસ્માતોની વણથંભી વણઝાર જારી છે ગુરુવારે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં પાલનપુર શહેરના ફાંસીયા ટેકરા વિસ્તારમાં રહેતા અને સોનગઢ પાટીયા પાસે ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા વિજયભાઈ સોની નામના કારચાલક ગંભીર અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો હતો.

ગંભીર અકસ્માતનો વિડીયો રોડની સામેની માર્બલ-ગ્રેનાઈટ ફેક્ટરીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં પુરપાટ ઝડપે જતું ટ્રેલર કારને ટક્કર મારતાં કાર બે પલટી ખાઈ ગઈ હતી. તેમ છતાં કારમાં સવાર વિજયભાઈ ને કોઈપણ પ્રકારની ગંભીર ઈજા પહોંચી ન હતી. કારચાલક વિજયભાઇએ જણાવ્યું કે "સવારે 10:30 વાગ્યાથી 11:00 વચ્ચે હું જ્યારે મારી ઓફિસે જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. ટ્રેલરને ટક્કર વાગી ત્યારે મને એમ કે ગાડી સ્લીપ થઈ હશે પરંતુ જ્યારે સીસીટીવી કેમેરામાં ફૂટેજ જોયા ત્યારે મને બે પલટી ખાઈ હોવાનું જોવા મળતા નવાઈ લાગી હતી. મને ખભા ઉપર સામાન્ય દુ:ખે છે પરંતુ એક એક્સ-રેમાં ફેક્ચર આવ્યું નથી."

અન્ય સમાચારો પણ છે...