ગુજરાત સરકારના રમત- ગમત વિભાગ દ્વારા માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો માટેનો બનાસકાંઠા જિલ્લાનો 11મો સ્પે. ખેલ મહાકુંભ જિલ્લા રમત સંકુલ, ધનિયાણા ચોકડી, પાલનપુર ખાતે યોજાયો હતો. જેમાં 375 બાળકોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.
11મો સ્પે. ખેલ મહાકુંભ 2021-22 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સમગ્ર શિક્ષા કચેરી IED તેમજ IEDSS વિભાગ હેઠળના જિલ્લાના માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો તેમજ જિલ્લામાં દિવ્યાંગતા ક્ષેત્રે કાર્ય કરતી અલગ- અલગ સંસ્થાના માનસિક ક્ષતિ ધરાવતા 375 દિવ્યાંગ બાળકોએ અલગ- અલગ રમતોમાં ભાગ લીધો હતો.
માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો માટે ઉદાર હાથે ફાળો આપી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દાતાઓમાં પ્રમુખ બિલ્ડર એસોસિએશન, પાલનપુરના મનુભાઇ લક્ષ્મીચંદભાઇ હાજીપુરાએ તેમના બંને બાળકો હર્ષ અને હિતેનના જન્મ દિવસની યાદમાં લંચબોક્ષ તમામ બાળકોને ઇનામ આપ્યા હતા. જન સેવા એજ પ્રભુ સેવા ગૃપ પાલનપુર દ્વારા તમામ બાળકોને સેલો પાણીની બોટલ ઇનામ આપવામાં આવી હતી. ગાલવ ડેરી પ્રોડક્ટ્સ તરફથી 11મા સ્પે. ખેલ મહાકુંભમાં આવનાર તમામને આઇસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી. શિવગૃપ, પાલનપુર દ્વ્રારા ખેલ મહાકુંભમાં આવનાર તમામને કેરીનો રસ પીવડાવવામાં આવ્યો હતો. મહેન્દ્રભાઇ કોન્ટ્રાક્ટર દ્વ્રારા ખેલ મહાકુંભ આવનાર તમામ બાળકોને બુંદીના પ્રસાદ પેકેટ આપવામાં આવ્યા હતા.
11મો સ્પે. ખેલ મહાકુંભ બનાસકાંઠા જિલ્લાના આ કાર્યક્રમને સફળ બનાવવામાં બનાસકાંઠા જિલ્લાના ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ મેનેજર મેહુલ કે. જોષી તથા IEDSS વિભાગના કર્મચારીઓ શિવરામભાઇ રાવત, મહેશભાઇ પટેલ, રમીજ રાજા મોગલ, રાકેશભાઇ પ્રજાપતિ, જીતેન્દ્રભાઇ અઢિયોલ તથા કમલેશભાઇ ચૌધરી તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, પાલનપુરના તમામ સ્ટાફગણની સહભાગીદારીથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. 11 મો સ્પે. ખેલ મહાકુંભ-2021-22 ના આ કાર્યક્રમનું સફળ સંચાલન મેહુલ કે. જોષી તથા શિવરામભાઇ રાવત દ્વ્રારા કરવામાં આવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.