તફડંચી:પાલનપુરમાં વૃદ્ધના ઝભ્ભામાંથી મોબાઇલ તફડાવી 2 શખ્સો ફરાર

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર મામલતદાર કચેરીએ જતાં પાલનપુરના ભટામલ મોટીના વૃદ્ધના ઝભ્ભામાંથી પાછળથી આવેલા બે શખ્સો મોબાઇલની તફડંચી કરી ફરાર થતા 21 દિવસ બાદ મંગળવારે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના હરીભાઇ ગેલાભાઇ પંચાલ (ઉ.વ.75) 24/08/ 2021ના રોજ તેમના ઘરેથી મામલતદાર કચેરીએ આવવા નીકળ્યા હતા. જેઓ જિલ્લા પંચાયત- કલેટકર કચેરીના તરફ જતાં માર્ગ ઉપર વાહનમાંથી ઉતરી મામલતદાર કચેરી તરફ જઇ રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલા બે અજાણ્યા શખ્સો તેમના ઝભ્ભામાં મુકેલો મોબાઇલ ફોન તફડાવી ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...