તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાલનપુરમાં 14 પશુઓને કતલખાને ધકેલાતાં બચાવાયાં,બેની અટકાયત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુરના કાકોશી ગામના બે શખ્સો સામે ગુનો નોંધ્યો

પાલનપુરમાં જીવદયાપ્રેમીઓએ આબુ હાઈવે બિહારી બાગ નજીક મંગળવારે મોડી રાત્રે એક ટ્રક રોકાવી તેમાં કતલખાને લઇ જવાતા 14 પશુઓને બચાવી લીધા હતા. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામના બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરના ચૈતન્યકુમાર પોપટભાઈ રાણા અને ડીસાના રમેશભાઈ માનસિંગભાઈ જેઠવા સહિત જીવદયાપ્રેમીઓએ મંગળવારે રાત્રે ટ્રક નંબર જીજે.24 વી. 6420નો પીછો કરી પાલનપુર આબુ હાઇવે ઉપર બિહારી બાગ પાસે ઉભી રખાવી હતી. ટ્રકની તલાસી લેતા અંદરથી 13 ભેંસ અને એક પાડો મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે ટ્રકમાં બેઠેલા પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામના નઈમખાન કરીમખાન બલોચ અને મહંમદખાન અલ્લારખા બલોચની અટકાયત કરી હતી. પોલીસે રૂપિયા 1,37,000ના પશુઓ તેમજ રૂપિયા 5,00,00ની ટ્રક મળી કુલ રૂપિયા 6,37,000નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ટ્રકમાંથી મળી આવેલા પશુઓને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...