તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજથી એક માસ અગાઉ લાખણીના ગેળા હનુમાનજી મંદિરે પતિ સાથે પગપાળા દર્શન કરવા જઈ રહેલી ડીસાની મહિલાના કાતરવા નજીક કારની ટક્કરે થયેલા મોત પ્રકરણમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પતિ લલિત ગણપતજી ટાંક (માળી)એ જ મિત્રની મદદથી કારચાલકને સોપારી આપી હત્યા કરાવ્યા બાદ ઘટનાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હોવાનું ભીલડી પોલીસની તપાસમાં ખૂલતાં પતિની અટકાયત કરાઈ છે. લલિતે કરોડોની વીમાની રકમ માટે પત્નીની હત્યા કરાવી હોવાનું ચર્ચાય છે, જેને પોલીસે સમર્થન આપ્યું નથી.
ધાનેરાના આલવાડા ગામના વતની અને હાલ ડીસાની બી.ડી. પાર્ક સોસાયટીમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ લલિત ટાંક ગત 26 ડિસેમ્બરે પત્ની દક્ષાબેન માળી સાથે ગેળા ગામે હનુમાનજીના મંદિરે પગપાળા દર્શન કરવા જતો હતો. એ વખતે વહેલી સવારે કાતરવા નજીક કારની ટક્કર વાગતાં દક્ષાબેનનું ઘટનાસ્થળે મોત થયું હતું. જોકે આ ઘટનામાં કેટલાક સવાલો ઊઠ્યા હતા. દરમિયાન સવા મહિના બાદ ભીલડી પોલીસે મળેલા સાંયોગિક પુરાવાના આધારે લલિત ટાંકની અટકાયત કર્યા બાદ પ્રાથમિક પૂછપરછમાં લલિતે પોતે જ હત્યા કરાવી હોવાની કબૂલાત કરી લીધી હતી. દરમિયાન પોલીસ મદદગાર મિત્ર અને કારચાલકની શોધખોળ હાથ ધરી રહી છે.
કૉલ-ડિટેઇલના આધારે ગુનો ઉકેલાયો
દક્ષાબેનના પતિ લલિતને અકસ્માતમાં કશું થયું નહોતું, જેથી શંકા પ્રબળ બનતાં મોબાઇલ નંબરની કોલ-ડિટેઇલનું એનાલિસિસ કરતાં કેટલાક સાંયોગિક પુરાવા મળ્યા હતા, જેમાં મૃતક દક્ષાબેનને પાછળથી ટક્કર મરાવી મોત નીપજાવી ખૂન કર્યું હોવાનું બહાર આવ્યું છે. - તરુણ દુગ્ગલ, એસપી બનાસકાંઠા.
આરોપી લલિતને ઘટનાસ્થળે લઈ જવાયો
ભીલડી પોલીસ શુક્રવારે આરોપી લલિતને લઈ જે જગ્યાએ અકસ્માત થયો હતો ત્યાં પહોંચી હતી, જ્યાં દિયોદર ડીવાયએસપી, ભીલડી પોલીસ તેમજ પાલનપુર એફએસએલની ટીમ પણ સાથે જોડાઈ હતી. ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું.
સમાજની આંખોમાં ધૂળ નાખવા મૃતકનું ચક્ષુદાન કરાવ્યું હતું
સીએ લલિત ટાંકે પત્નીના મોત બાદ માળી સમાજ સહિત બીજા સમાજમાં પણ દાખલો બેસે, લોકોમાં સહાનુભૂતિ જન્મે તેમજ ઘટનાથી ધ્યાન ભટકાય એવા હેતુથી પત્ની દક્ષાનું ચક્ષુદાન કરાવ્યું હતું.
સવા વર્ષની દીકરી અને 4 વર્ષના દીકરો નોંધારાં બન્યાં
મૃતક દક્ષાબેનના લગ્નજીવનમાં ચારેક વર્ષનો દીકરો આદિત્ય અને સવા વર્ષની દીકરી હીર અવતર્યાં હતાં, પરંતુ દક્ષાબેન મૃત્યુ પામતાં અને લલિતની હત્યામાં સંડોવણી ખૂલતાં બંને બાળકોએ હાલ તો માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
રહીશો હચમચી ગયા, આવું કૃત્ય કરે તેવા દેખાતા ન હતા
ડીસાના ત્રણ હનુમાન મંદિર રોડ ઉપર આવેલા ક્રિષ્ણા બંગલોઝમાં રહેતા સીએ લલિત માળીની આસપાસ રહેતા રહીશોએ જણાવ્યું હતું કે આજના સમાચાર સાંભળી હૈયું ભરાઈ આવે છે. આવું કૃત્ય કરે તેવા દેખાતા ન હતા.
અકસ્માતમાં મોતની ફરિયાદ નોંધાવી હતીઃ ઘટના અંગે લલિત ટાંકના કૌટુંબિક ભાઇ સેવંતીભાઈ રણછોડજી માળીએ 26 ડિસેમ્બર,2020ના રોજ ભીલડી પોલીસ મથકે અજાણ્યા વાહનની ટક્કરે મોત થયાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં લખાવ્યું હતું કે મારા કુટુંબીભાઈ લલિત નાનાકાપરા પાસે ઊભા હતા, બસમાંથી ઊતરી અને જોયું તો અકસ્માત થયો હતો. પૂછતાં તેમણે જણાવ્યું કે ડીસાથી દર્શન કરવા નીકળ્યા હતા અને સવારે 7:30 વાગે અહીં પાછળથી કોઈ વાહન ટક્કર મારી નાસી ગયો છે.
justice Daxaben સોશિયલ મીડિયામાં રોષ ભભૂક્યો
તારું શું બગાડ્યું દેવ જેવી દીકરીએ? તે કમોતે તેને મારી નાખી...??
શાને ચાલ્યું તારું કાળજું આવું કૃત્ય કરવા??
લલિત શાને કર્યું તે આવું લાંછન??
શાને ચાલ્યું શિક્ષણને વરેલું તારું હૃદય..??
તું કેમ ભૂલ્યો એ સમય સમાજનું ગૌરવ હતો તું??
એ સમય કેમ તું ભૂલી ગયો હજારો મેદનીમાં ફૂલહારથી તને સન્માનિત કર્યો હતો સમાજે??
ગૌરવ હતો સમાજના શિક્ષણનો તું? ક્યાં ગયું શિક્ષણ સાથે સમાજના સંસ્કારનો ભંડાર?
તારું શું બગાડ્યું દેવ જેવી દીકરીએ? તે કમોતે તેને મારી નાખી??
તે નહોતી આંબતી તારા માનભેર હોદ્દાને તો તેને કહી દેવું હતું,
જતી રેત એ તારા કલંકિત કાળા કાદવથી ખૂબ જ દૂર એ દીકરી
બસ, તારે તેને આવા મોતે નહોતી મારવી....
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.