તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરાગત ધૂળેટી:થરાદ તાલુકાના મેસરા ગામે પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરતી ધૂળેટી યોજાઈ, ફાગ ગાઈને ઢુંઢ યોજવામાં આવ્યો

પાલનપુર2 મહિનો પહેલા
 • આ ઉત્સવમાં યુવાનો બાળકોને નાચીને ધૂળેટીની ઉજવણી કરાવે છે
 • રાત્રે ગામમાં રાજસ્થાની નૃત્ય કાર્યક્રમ થાય છે

થરાદ તાલુકાના મેસરા ગામે પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરતી ધૂળેટી યોજાઈ છે. તેમાં ગામમાં આ વર્ષે જન્મેલા બાળકોને ઘરે ઘરે જઈને ઢોલ અને રાજસ્થાની ઘેરા સાથે ફાગ ગાઈને ઢુંઢ યોજવામાં આવ્યો છે.

થરાદ તાલુકાના મેસરા ગામે પરંપરાગત ધૂળેટી ઉજવવામાં આવી છે. તેમાં ગામમાં આ વર્ષે જન્મેલા બાળકોને ઘરે ઘરે જઈને ઢોલ અને ફાગ ગાઈને ઢુંઢ યોજવામાં આવ્યો છે. આ ઉત્સવમાં યુવાનો બાળકોને નાચીને ધૂળેટીની ઉજવણી કરાવે છે. ગામના તમામ જાતિ, જ્ઞાતિના નાના-મોટા, ગરીબ-અમીર, નોકરિયાત વર્ગ અને ખેડૂત તમામ એક સાથે થઇ કોઈ પણ ભેદ ભાવ વગર હર્ષ ઉલ્લાસથી ગામની ચારે દિશા સીમમાં ઘરે ઘરે જઈને ઢુઢ કરે છે. આ પરંપરા રિવાજ વર્ષોથી ચાલી આવે છે. યુવાનો હજી તેને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. રાત્રે ગામમાં રાજસ્થાની ગેર અને નૃત્ય કાર્યક્રમ થાય છે. આથી ગામની એકતા જળવાઈ રહે અને સંસ્કૃતિનું રક્ષણ પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો