તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતૃત્વ:થરાદ પંથકમાં સાસરિયાં બે દીકરીઓ લઇ ગયા, 181 અભિયમની ટીમે માતા સાથે મિલન કરાવ્યું

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 સંતાનોની માતા પીયર જતી રહી હતી, સંતાનોની યાદ આવતાં 181ની મદદ માંગી

થરાદના ગ્રામિણ વિસ્તારની એક પરિણીતાને પતિ સહિત સાસરીપક્ષના પરિવાર સાથે વારંવાર ઝઘડો થતાં પોતાની ત્રણ દીકરીઓ સાથે પિયરમાં રહેતી હતી. જોકે, તેનો પતિ પરિણીતાના માતા- પિતાની સંમતિથી દીકરીઓને પોતાની પાસે લઇ ગયો હતો. આથી પરિણીતાએ પાલનપુર 181 અભિયમની ટીમની મદદ લેતાં બંને દીકરીઓનું માતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતુ.

થરાદ પંથકમાં બે દીકરીઓનું તેમની માતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતુ. આ અંગે બનાસકાંઠા 181 અભિયમ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલરે જણાવ્યું હતુ કે, એક પરિણીતાને લગ્ન જીવન દરમિયાન 9 વર્ષ, 3 વર્ષ અને દોઢ વર્ષની દીકરીઓ છે. જોકે, તેણીનો પતિ સહિત સાસરીપક્ષના સભ્યો અવાર- નવાર શારિરીક માનસિક ત્રાસ ગુજારતાં હોઇ પરિણીતા દીકરીઓને લઇને પોતાના પિયર જતી રહી હતી.

દરમિયાન તેનો પતિ પરિણીતાના માતા- પિતાની સંમતિથી મોટી બંને દીકરોઓને પોતાની સાથે તેના ઘરે લઇ ગયો હતો. પરંતુ દીકરીઓની સતત યાદ આવતાં પરિણીતાએ 181 અભિયમની મદદ માંગી હતી. આથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ. મિનાક્ષીબેન સાથે મહિલાને પિયરમાંથી લઇ તેની સાસરીમાં ગયા હતા. જ્યાં સાસરીપક્ષના લોકોને સમજાવતાં તેઓ કાયદાકીય પગલાં ભર્યા વિના બંને દીકરીઓને તેની માતાને પરત સોંપી હતી. પરિણીતા સાસરીમાં રહેવા માંગતી ન હોઇ બંને દીકરીઓ સાથે તેને પુન: તેના પિયરમાં મુકવામાં આવી હતી.

બીજી દીકરી જન્મયા પછી ઝઘડા શરૂ થયા હતા
પરિણીતાના લગ્ન 11 વર્ષ અગાઉ થયા હતા. દરમિયાન બીજી દીકરી જન્મી પછી તેમને સાસરીમાં ઝઘડા શરૂ થયા હતા. ત્રીજી દીકરી જન્મયા પછી ચાર માસથી ત્રણેય દીકરીઓ સાથે પિયરમાં રહેતા હતા. જેઓ ચાર દિવસ અગાઉ ખેતરમાં હતા. ત્યારે તેમનો પતિ ઘરે આવી પરિણીતાના માતા- પિતાની સંમિતીથી બે દીકરીઓને સાથે લઇ ગયો હતો. ઘરે આવ્યા પછી ખબર પડતાં અને દીકરીઓ પ્રત્યે પ્રેમ ઉભરાઇ આવતાં તેમને પરત લાવવા માટે પરિણીતાએ 181 અભિયમની મદદ માંગી હતી. જ્યાં પતિએ રાજીખુશીથી બંને દીકરીઓને તેની માતાને પરત સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...