તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • In Kuvana Village Of Lakhni Taluka, A Fire Broke Out In A Field Due To A Short Circuit. The Wheat Crop Prepared In Four Branches Was Burnt To Ashes. The Fire In The Finished Crop Caused Great Loss To The Farmer.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:લાખણી તાલુકાના કુવાણા ગામમાં શોર્ટસર્કિટના કારણે ખેતરમાં આગ લાગી, ચાર વિઘામાં તૈયાર થયેલો ઘઉંનો પાક બળીને ખાખ

પાલનપુર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તૈયાર પાકમાં આગ લાગતા ખેડૂતને મોટુ નુકસાન થયુ

બનાસકાંઠાના કુવાણા ગામમાં એક ખેતરમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે ચાર વિઘા ખેતરમાં તૈયાર થયેલ ઘઉંનો પાક બળીને ખાખ થઇ જતા ખેતર માલિકને મોટું નુકસાન થયું છે.

ઉનાળાની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લામાં શોર્ટ સર્કિટ અને આગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ જાય છે. જેમાં આજે લાખણી તાલુકાના કુવાણા ગામમાં પણ શોર્ટસર્કિટના કારણે એક ખેતરમાં આગ લાગી ગઈ હોવાની ઘટના બની છે. કુવાણા ગામે રહેતા એક ખેડૂતે પોતાની ચાર વિઘાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. આ ખેતરમાંથી વિજલાઈન પણ પસાર થાય છે.

તે દરમિયાન આજે બપોરના સમયે અચાનક શોર્ટસર્કિટના કારણે તણખા પડતા ખેતરમાં આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ખેતર માલિક સહિત આજુબાજુના ખેડૂતો દોડી આવ્યા હતા. પરંતુ જોત જોતામાં તો આ આગ આખા ખેતરમાં ફેલાઈ જતા મોટાભાગનો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. આકસ્મિક આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ થઇ જતા ખેતર માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો