તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • In Khemramji Village Of Amirgarh, Heavy Winds And Rains Blew Away The Leaves Of The House, Causing Major Damage To The Ready Crop Of Millet And Groundnut To The Farmers.

વાતાવરણમાં પલટો:અમીરગઢના ખેમરામજી ગામે ભારે પવન અને વરસાદ પડતાં ઘરના પતરા ઊડ્યા, ખેડૂતોને બાજરી તથા મગફળીના તૈયાર થયેલા પાકને મોટુ નુકસાન

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાંથાવાડા પંથકમાં રવિવારે વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે વરસાદ પડતાં ખેતરો તેમજ રસ્તાઓ ઉપર પાણી રેલાયા હતા. જે પાણી સિપુ નદીના પટમાં નદીની માફક વહેવા લાગ્યા હતા. - Divya Bhaskar
પાંથાવાડા પંથકમાં રવિવારે વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે વરસાદ પડતાં ખેતરો તેમજ રસ્તાઓ ઉપર પાણી રેલાયા હતા. જે પાણી સિપુ નદીના પટમાં નદીની માફક વહેવા લાગ્યા હતા.
  • વિજાપુરમાં અને સરસ્વતિ પંથકમાં એક ઈંચ વરસાદ,પાલનપુરમાં એક મીમી

જિલ્લામાં રવિવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના વડગામ, પાલનપુર, જલોતરા, અમીરગઢ, વિરમપુર, દાંતીવાડા, પાંથાવાડા, શિહોરી, વાવ, સુઈગામ અને કાંકરેજના થરા,શિહોરી વિસ્તારમાં બપોરબાદ વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં વડગામમાં 7, અમીરગઢ, કાંકરેજ અને પાલનપુરમાં 1 મીમી વરસાદ પડ્યો હતો. વરસાદને લઇ ખેડૂતોના ખેતરોમાં ઉગેલી બાજરી અને મગફળીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

વડગામ પંથકમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું હતું. જલોત્રા, મુમનવાસ, ધોતા સહિતના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે અમીરગઢ પંથકમાં પણ વાતાવરણ પટલાતાં ભારે પવન સાથે તાલુકાના વરસાદ પડ્યો હતો. જ્યારે ખેમરાજીયા ગામે રહેતા નેબાભાઈ રાવતાભાઈ રબારી અને ઉદાભાઈ રબારીના ઘરના પતરા ઉડી જતાં મોટું નુકસાન થયું હતું અને ઘરમાં પડેલ ઘરવખરી પલળી જતા પરિવાર માથે આભ તૂટી પડયું હતું.

દાંતીવાડા તાલુકામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેમાં પાંથાવાડા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું આવતું વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે ખેતરોમાં પાણી ભરાતાં જગતનો તાત ચિંતિત બન્યો હતો. તેમજ ગામડાઓમાં પણ વરસાદી પાણીના વહેણ જોવા મળ્યા હતા.ધનીયાવાડા બસ સ્ટેન્ડ પર પાણી ભરાતા તળાવ જેવું દ્રશ્ય થયું હતું. વાવ તાલુકાના ભાટવર , અસારા, ખીમાણાપાદર, ચોથારનેસડા, બુકણા અને રાછેણા સહિત અન્ય ગામોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા અને નીચાણવાળા ભાગોમાં ખાબોચીયા ભરાયા હતા. જ્યારે કાંકરેજના થરામાં પણ વરસાદી ઝાપટું પડ્યુ હતું. જ્યાં જૂનાગંજ બજાર વિસ્તારમાં વીજ થાંભલે કરંટ લાગતા ગાયનું કરુણ મોત નિપજ્યું હતું.

શિહોરીના કંબોઈ ગામે વરસાદ પડતાં બાજરી અને જુવારનો પાકનો કાપણી કરેલો પાક ખેતરમાં પડ્યો હતો. પાક પલળતા નુકશાન થયું હતું. જ્યારે સુઇગામ શનિવારની મધ્યરાત્રીએ પણ ભયંકર ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ઝાપટું પડ્યું હતું. જ્યારે રવિવારે સાંજના સમયે પણ વરસાદી માહોલ છવાયો હતો.ધાનેરા, ડીસા સહિત અન્ય વિસ્તારોમાં સામાન્ય છાંટા પડ્યા હતા. બાજરી અને મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...