આઠમા નોરતે જમાવટ:વડગામના જાલોત્રા ગામમાં પુરુષો મહિલાઓનો પોષાક ધારણ કરી ગરબે ઘૂમે છે

પાલનપુર2 દિવસ પહેલા
  • વર્ષો જૂની પરંપરા મુજબ ગામના વૃદ્ધો જ ગરબા ગાય છે

બનાસકાંઠા જિલ્લાના વડગામના જલોત્રા ગામ એવું છે જ્યાં પુરુષો મહિલાઓનો પોષાક ધારણ કરી ગરબે ઘૂમે છે. આ ગરબા વર્ષો જૂની પરંપરા મુજબ થાય છે. જેમાં ગામના જ વૃદ્ધો ગરબા ગાય છે અને દેશી ઢોલના તાલે ગામના યુવાઓ ગરબે ઘૂમે છે.

બનાસકાંઠા જિલ્લામાં ઠેરઠેર જગ્યાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં શેરી ગરબા યોજવામાં આવતા ખેલૈયાઓને માં ખુશી જોવા મળી છે. જોકે છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારી ને લઈ નવરાત્રીના પર્વ પર રોક લાગી હતી જેમાં આ વર્ષ સરકારની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિ યોજવામાં આવી છે જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ શેરી ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમી રહ્યા છે.

બનાસકાંઠા જીલ્લાનુ વડગામ તાલુકાના જલોત્રા ગામ ઠાકોર સમાજના યુવાનો દ્વારા થતી નવરાત્રિ આજે પણ વર્ષો જૂની પરંપરા મુજબ થાય છે.જેમાં નથી હોતું ડીજે કે નથી ઓરકેસ્ટ્રા ગામના જ વૃદ્ધો ગરબા ગાય છે અને દેશી ઢોલના તાલે ગામના પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી હાથમાં મોર પીંછ રાખી ગરબે ઘૂમે છે.આ નવરાત્રિમાં કોઈ મહિલા ગરબે ઘૂમતી મહિલાઓ ફક્ત બેસીને પુરુષોને ગરબે રમતા જુએ છે.

અન્ય સમાચારો પણ છે...