ધમકી:વડગામના ઇસ્લામપુરામાં સરપંચને જાનથી મારી નાંખવાની ધમકી મળી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડગામ તાલુકાના ઇસ્લામપુરા ગામે દબાણ સૂચક બોર્ડ તોડી નાંખી ચાર વ્યક્તિઓએ ગામના સરપંચને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે તેમણે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સરપંચ નાથુજી અમરાજી ચૌહાણે જજમેન્ટના આધારે દબાણવાળી જગ્યાએ પડેલો કાટમાળ હટાવી કચરો સાફ કરાવ્યો હતો. ઉસ્માનભાઇ નસીરભાઇ કોરવાળીયા, પાણી ઓપરેટર જકવાનભાઇ અયુબભાઇ સુણસરા અને જાબીરભાઇ યાસીનભાઇ મરેડીયા સાથે સ્થળ ઉપર કોઇએ દબાણ ન કરવું તેવા બે બોર્ડ લગાવ્યા હતા.ગામના નુરભાઇ રસુલભાઇ ચૌધરી, જુબેદાબેન શરીફભાઇ ચૌધરી, મરીયમબેન મોહંમદઅલી ચૌધરીને શરીફભાઇ જીવાભાઇ ચૌધરીની ચડામણીથી બોર્ડ તોડી નાંખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...