સેવાકાર્ય:ઈકબાલગઢમાં પોલીસ કર્મચારી, આરોગ્ય કર્મચારી અને 401 સેવા ગ્રુપે માસ્ક વિતરણ કર્યુ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અપીલ કરી

બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ ગામમાં પોલીસ કર્મચારી, PHC કર્મચારી અને 401 સેવાર્થ ગ્રુપ દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકોને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે જેથી તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની સંભવત ત્રીજી લહેરને પહોંચી વળવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જેને અનુરૂપ ઇકબાલગઢમાં માસ્ક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

PHC કર્મચારી, પોલીસ કર્મચારીઓ અને 401 સેવા ગ્રુપ દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ માસ્ક વિતરણ દરમિયાન પોલીસ કર્મચારીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી અને 401 ગ્રૂપના સેવકો દ્વારા લોકોને માસ્ક વિતરણ કરી માસ્ક પહેરવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...