હુમલો:ગઠામણ ગામમાં ગણેશ મહોત્સવના ગરબા બંધ કરવાનું કહી યુવકને ચપ્પુ માર્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના ગઠામણ ગામે જન્માષ્ટમી વખતે કેમ ગરબા બંધ કરાવ્યા હતા. તેની અદાવત રાખી એક શખ્સે ગણેશ ઉત્સવના ગરબા બંધ કરવાનું કહી યુવક પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના ગઠામણ ગામે માનજીભાઈ કેવળભાઈ પ્રજાપતિના ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જ્યાં સોમવારે રાત્રે મોહલ્લાના સભ્યો ભેગા થઈ આરતી પૂરી કરી ગરબા રમી રહ્યા હતા. ત્યારે ગામનો રાહુલભાઈ ભગવાનભાઈ ઠાકોર ત્યાં આવ્યો હતો. અને જન્માષ્ટમી વખતે ગરબા કેમ બંધ કરાવ્યા હતા.

આ તહેવાર ઉજવવા નહીં જઈએ અપશબ્દો બોલ્યો હતો. જેને રવિ માવજીભાઈ પ્રજાપતિ કહેવા જતા ઉશ્કેરાઈ ગયો હતો અને રવિ ઉપર ચપ્પા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. તેમજ કાંતાબેન વચ્ચે છોડાવવા પડતાં તેમને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે માવજીભાઈ પ્રજાપતિ પ્રજાપતિએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...