તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:રાકેશ ટિકૈત સમક્ષ ખેડૂતો બટાટાના ઢગલા કરશે જે પીએમને મોકલાવશે

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કિસાન આંદોલનના રાકેશ ટિકૈત 4 એપ્રિલે પાલનપુર આવશે
 • સર્કિટ હાઉસમાં શંકરસિંહ વાઘેલાએ આગેવાનો સાથે બેઠક યોજી

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના અગ્રણી રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસને લઈ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાઘેલાએ શનિવારે પાલનપુર ખાતે આવેલા સર્કિટ હાઉસમાં બનાસકાંઠાના ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી.જેમાં આગામી 4 અને 5 એપ્રિલએ બનાસકાંઠાથી શરૂ થનાર રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ અને આંદોલન માટેની રણનીતિ પર ચર્ચા કરાઇ હતી.પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિહ વાઘેલાએ શનિવારે પાલનપુર આવીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.અને જણાવ્યું હતું કે "રાજસ્થાનથી ખેડૂત આંદોલન હવે ગુજરાત તરફ આવી રહ્યુ છે.

4 એપ્રિલ અંબાજીથી માં અંબાના દર્શન કર્યા બાદ શરૂ થનાર ગુજરાત પ્રવાસમાં અંબાજી બાદ રાકેશ ટિકેૈત પાલનપુર આવશે જ્યાં રાકેશ ટિકેેત સામે ખેડૂતો બટાટાના ઢગલા કરી બટાકા વડાપ્રધાનને મોકલાવશે જો આ પ્રવાસની પ્રશાસન પરવાનગી આપે કે ન આપે પરંતુ ગુજરાતમાં આ પ્રવાસ યોજાશે જ તેવું નિવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો