તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:વડગામ-થરાદ પંથકમાં ચાર દિવસમાં ત્રણ દુકાનોનાં તાળાં તૂટતાં હાહાકાર

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પીલુચામાંથી રૂ.2.33 લાખ, થરાદમાંથી રૂ.10 હજાર અને કરણાસરથી રૂ.20 હજાર મળી કુલ રૂ. 2.64 લાખની ચોરી

વડગામ તાલુકાના પીલુચા, થરાદ અને તાલુકાના કરણાસર ગામે ચાર દિવસમાં ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. જ્યાંથી કુલ રૂપિયા 2.64 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગૂનો નોંધી તસ્કરોનું પગેરૂ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

પીલુચા ગામે શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. જેમણે ભગવાનદાસ બાબુલાલ બારોટ બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી દાગીના સોનાનો સેટ, પેન્ડલ સાથે દોરો, બુટ્ટી, ચીપ, ચુની, ચાંદીની પાયલ, જુડો સહિત કુલ રૂપિયા 2,33,700ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ઉપરાંત બાજુમાં રહેતા પારસભાઇના ઘરમાં પણ પ્રવેશ કરી સામાન વેર વિખેર કર્યો હતો. જોકે, તેઓ હાજર ન હોઇ કેટલી ચોરી થઇ તે જાણી શકાયું ન હતુ. આ અંગે ભગવાનદાસે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે થરાદ - સાંચોર હાઇવે નજીક માર્કેટયાર્ડ પાસે આવેલા શોપિંગ સેન્ટરની દુકાનમાં શુક્રવારે રાત્રે શખ્સોએ દુકાનનું શટર ઉંચુ કરી અંદરથી રૂપિયા 10,000નું લેપટોપ અને રૂપિયા 300નું કી- બોર્ડ મળી કુલ રૂપિયા 10300ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે ઇલીયાસભાઇ ઇમામભાઇ પરમારે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત થરાદ તાલુકાના કરણાસર ગામે સોમવારે રાત્રે તસ્કરોએ કરીયાણાની દુકાનમાં પ્રવેશ કરી સર સામાન, મોબાઇલ, સ્પિકર મળી કુલ રૂપિયા 20972ના મુદ્દામાલની ચોરી કરી હતી. દેવસીભાઇ ત્રિકમાભાઇ પટેલે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો