તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ચાર દિવસમાં 18 વર્ષ ઉપરના 24000 યુવકોને રસી અપાઇ, 45 + ના 6.15 લાખ લોકોએ રસી લીધી

પાલનપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • આરોગ્ય વિભાગ દ્વારા વેબસાઈટ સહિત સેન્ટરો, અધિકારીઓના નંબરની માહિતી ઉપલબ્ધ કરાવી

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હળવું બન્યું છે. બીજી તરફ તેની સામે રક્ષણ મેળવવા માટે યુવાનોમાં જાગૃતિ આવતાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. રજીસ્ટ્રેશન માટે માત્ર 15 મિનીટનો સમય લાગે છે. ત્યારે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ યુવાનોમાં જાગૃતિ લાવવા માટે વેબસાઈટ સહિત જિલ્લાના સેન્ટરો, અધિકારીઓના નંબરની માહિતી ઉપલબ્ધ કરાવાયી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા આગોતરા આયોજન સાથે રસીકરણની ઝૂંબેશ પણ હાથ ધરવામાં આવી છે.

જ્યાં 18 થી 45 વર્ષના વ્યક્તિઓને માટે આરોગ્ય વિભાગ દ્વારા વેબસાઈટ સહિત જિલ્લાના સેન્ટરો, અધિકારીઓના નંબરની માહિતી ઉપલબ્ધ કરાવાયી છે. આ અંગે પાલનપુરના યુવક વિપુલભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, મે મારા મોબાઇલમાં આરોગ્ય વિભાગની એપ્લિકેશન ખોલી રજીસ્ટ્રેન કરાવ્યું તો માત્ર 15 મિનિટ જેટલો સમય થાય છે. મારા મિત્રો પણ રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.ઇન્ચાર્જ જિલ્લા આર. સી. એચ. ઓફિસર ડો. જીજ્ઞેશ હરિયાણીએ જણાવ્યું કે, બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી 18 વર્ષ ઉપરના યુવકોનું વેક્સિનેશન હાથ ધરાયું છે. દિવસના 6000 યુવકોના રજીસ્ટ્રેશન સામે એટલી જ સંખ્યામાં રસી આપવામાં આવી રહી છે.

રજીસ્ટ્રેશનની પ્રક્રિયાના સ્ટેપ

 • http://selfregistration.cowin.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરો
 • તમારો મોબાઇલ નંબર ઉપર ઓટીપી આવશે. જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.
 • ઓટીપી સબમીટ કરતાં જ નવું પેજ ખુલશે. જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.
 • ફોટો આઇ ડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એન. આર. પી સ્માર્ટકાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.
 • તેમાંથી કોઇપણ એક વિકલ્પ પસંદ કરી આઇ. ડી. નંબર આપો
 • નામ, જાતિ જન્મ તારીખ જણાવવાની રહેશે.
 • ત્યારબાદ નજીકનું કોવિડ વેકિસનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.
 • સેન્ટર સિલેક્ટ કર્યા બાદ આપને અનુકુળ સમયનો સ્લોટપસંદ કરી શકો છો.
 • આપનો નંબર આવે ત્યારે ત્યાં જઇને વેકિસન લઇ લો.
અન્ય સમાચારો પણ છે...