તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાસ્થ્ય માટે જાગૃતિ:અમીરગઢ તાલુકાના ધનપુરા ગામમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઇ સંપૂર્ણ ગામ સેનેટાઈઝ કરવામાં આવ્યું

પાલનપુર2 મહિનો પહેલા
  • ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તેમજ દૂધમંડળી ડેરીના સહયોગથી ગામમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું

અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે ગુજરાત ક્ષત્રીય ઠાકોરસેના અને ગામ દૂધ મંડળી ડેરી દ્વારા સંપૂર્ણ ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. ધનપુરા ગામના આગેવાન અરવિંદ ઠાકોરે જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. જેને લઈ આજે ધનપુરા ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે.

200 થી 250 જેવા પ્રતિદિવસ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં છે

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલ જિલ્લામાં 200 થી 250 જેવા પ્રતિદિવસ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં છે. કોરોના સંક્રમણની ચેન તોડવા તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેને ધ્યાને લઇ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના શહેરો અને ગામો સ્વયંભૂ બંધ રાખી રહ્યાં છે. જેથી કરીને કોરોના સંક્રમણ જિલ્લા તેમજ ગામોમાં ઘટાડી શકાય છે.

આજે ધનપુરા ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું

અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે ગુજરાત ક્ષત્રીય ઠાકોરસેના અને ગામ દૂધ મંડળી ડેરી દ્વારા સંપૂર્ણ ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. ધનપુરા ગામના આગેવાન અરવિંદ ઠાકોરે જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. જેને લઈ આજે ધનપુરા ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...