તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુખ્ખાઓનો ત્રાસ:ધાનેરામાં CNG પંપ પર રીક્ષામાં લુખ્ખાઓ આવ્યા અને પંપ કર્મી પર તૂટી પડ્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

પાલનપુર20 દિવસ પહેલા
  • CNG પંપના કર્મચારીઓને ત્રણ ઈસમો દ્વારા મારમારવાની ઘટના બની

ધાનેરા શહેરમાં ગઇકાલે મોડી સાંજે ગુરુકૃપા સીએનજી પંપ પણ ત્રણ સામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના બની હતી. ગુરુકૃપા સીએનજી પંપ પર વાહનોની લાંબી કતારો સીએનજી ભરાવવા માટે લાગી હતી. તે દરમિયાન એક રીક્ષા ચાલક સીધો જ સીએનજી ભરાવવા માટે પંપ પાસે પહોંચી ગયો હતો. જોકે કર્મચારીએ તેને પણ લાઈનમાં ઉભા રહેવા માટે જણાવતા બંને વચ્ચે રકઝક થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સોએ સીએનજી પંપના કર્મચારી સાથે બોલાચાલી કરી બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અને પંપના કર્મચારીને માર માર્યો હતો.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ થઇ

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાદમાં આ ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. ઘટના અંગેની જાણ થતાં જ સીએનજી પંપના માલિક પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અને ધાનેરા પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાતા પોલીસે અરજી લઈને કાર્યવાહી શરૂ કરી હતી.

ઓફિસની અંદર આવીને ચપ્પુ મારવાની કોશિશ કરી

ગુરુકૃપા CNG પંપના મેનેજર ધારસિંહભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે નોકરી પુરી થઈ એટલે હું ઘરે ગયો હતો. પાંચને વિસ મિનિટે મને ફોન આવ્યો કે અહીંયા લુખ્ખાતત્વો આવ્યા છે. રીક્ષામાં ગેસ ભરવા માટે એમને બબાલ કરી જેમાં ત્રણ જણા હતા. અમારા કર્મચારીએ કીધું કે લાઈનમાં ભરાશે વચ્ચે ભરાશે નહીં. એટલે એમને ઝપાઝપી કરીને અમારા કર્મચારીને મારમારીને પછી અમારા કર્મચારી ત્યાંથી દોડીને ઓફિસમાં આવ્યા હતા. તેતી પાછળ આવીને ઓફિસની અંદર આવીને ચપ્પુ મારવાની કોશિશ કરી હતી. જેના cctv ફૂટેજ પણ છે. અમે ધાનેરા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે.

અન્ય સમાચારો પણ છે...