તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અત્યાચાર:ડીસાના રાજપુરમાં પરિણીતા પાસે દહેજ માંગી કાઢી મૂકી

ભીલડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસા તાલુકાના રાજપુર ગામે પરિણીતા પાસે દહેજની માંગ કરી તેણે ઘરમાંથી હાંકી કાઢતાં પતિ સહિત 4 સભ્યો વિરુદ્ધ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ડીસાના સાંડિયા ગામના ચેહરાભાઇ દઝાભાઇ પરમારની દિકરી સવિતાબેનના લગ્ન રાજપુર ગામના રઘુભાઇ સોમાભાઇ વાઘેલા સાથે થયા હતા. લગ્ન જીવનમાં ચાર બાળકો છે. જોકે, સાસુ અને બન્ને દિયરોની ચડામણીથી તેમના પતિ અવાર નવાર હેરાન કરતા હતા. અવાર નવાર માર મારવામા આવતો હતો .અને પત્ની તરીકે ન સ્વીકારી મારી નાખવાની ધમકી આપી હતી. નાની દિકરી ખુશ્બુ ને પણ મારમાર્યો હતો.આ અંગે સવિતાબેને ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે રઘુભાઇ સોમાભાઇ વાઘેલા (પતિ), બબીબેન સોમાભાઇ વાઘેલા (સાસુ), ચમનભાઇ સોમાભાઇ વાઘેલા (દિયર) અને રાજુભાઇ સોમાભાઇ વાઘેલા (દિયર) સામે ગુનો નોંધી પી.એસ.આઇ એ.બી.શાહ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...