• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • In December, The Hindu Youth Organization Made A New Truck For The Poor Workers, Bathed Them, Cut Their Beards And Bought New Clothes.

સદ્કાર્ય:ડીસામાં હિંદુ યુવા સંગઠને ગરીબ શ્રમિકને નવી લારી બનાવી આપી, સ્નાન કરાવી બાલ- દાઢી કપાવી નવા કપડાં પણ ખરીદી આપ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસામાં હિંદુ યુવા સંગઠન દ્વારા એક ગરીબ શ્રમિકને નવી લારી બનાવી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેને સ્નાન કરાવી, બાલ, દાઢી કપાવી નવા કપડાં પણ ખરીદી આપવામાં આવ્યા હતા. સંગઠનના આ કાર્યની સરાહના કરવામાં આવી રહી છે.ડીસામાં રહેતા અમરતભાઈ રતિલાલ મોચી ઉર્ફે શેરૂ જેમને લોકો હડમાનના ઉપનામથી બોલાવે છે. તેમની સ્થિતિ ખુબજ દારૂણ છે. દરમિયાન સેવાભાવીનો ફોન આવતાં ડીસા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોની, સંગઠનના ઘનશ્યામભાઇ સોની, નટવરજી ઠાકોર, જયદીપભાઇ ચોખવાલા, કિશનભાઇ ગુર્જર, પ્રવિણભાઇ બોરવાલ સાથે તેમના ઘરે ગયા હતા.

અમરતભાઇ નાની ઓરડીમાં એકલા રહે છે. તેમણે જણાવ્યું કે, ઘણા સમયથી જમતાં પણ નથી, બે ટાઇમ નાસ્તો કરી લઉં છું. લારીમાં થાય એટલો ધંધો કરું પણ હાલ લારીનાં ટાયરો જામ થઈ જવાથી ધંધો બંધ છે. આથી સંગઠનના મિત્રોએ ચા નાસ્તો કરાવ્યો હતો. પછી બાલ દાઢી કરાવી સ્નાન કરાવીને નવા કપડાં ખરીદી આપ્યા હતા. તેમજ લારી પણ નવી બનાવી આપી હતી. હનુમાનજીના મંદિરે જઇ મૂર્હૂત કરાવી ધંધા અર્થે પ્રસ્થાન કરાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...