તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક કાર્યવાહી:ડીસામાં એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણાં વેચતા વેપારીઓ પર આરોગ્ય વિભાગે લાલ આંખ કરી

પાલનપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગે નગરપાલિકાને સાથે રાખી વેપારીને દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરી

ડીસાના પછાત વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણાં વેચાતા હોવાની માહિતી મળતા જ આજે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. એક તરફ કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે અને બીજી તરફ ચોમાસામાં પણ રોગચાળો ફેલાવાની શક્યતા હોય છે. જેથી આરોગ્ય વિભાગે તાત્કાલિક એક્સપાયરી ડેટ વાળો માલ વેચતા વેપારીને ત્યાં દરોડા પાડયા હતા.

તમામ એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણાના જથ્થાનો નાશ કરાયો

ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં તપાસ હાથ ધરતા જ વેપારીને ત્યાંથી એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણાનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક નગર પાલિકાની ટીમને બોલાવી તમામ એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણાના જથ્થાનો નાશ કરાયો હતો. જ્યારે ખાતે ઠંડા પીણા વિસ્તાર વેપારીને દંડ ફટકારી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એક જગ્યાએ એક્સપાયરીડેટની કોલ્ડડ્રિંગ મળી

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જીગ્નેશ હરયાણીએ જણાવ્યું હતું કે અત્યારે જે ઉનાળાની સીજન ચાલી રહી છે. આગામી વર્ષા ઋતુના આગોતરા આયોજન પ્રમાણે નગરપાલિકા વિસ્તારમાં ખાદ્ય સામગ્રી, કોલ્ડડ્રિંગની તપાસ અર્થ અમારી આરોગ્યની ટિમ તપાસ હેઠળ ગઇ હતી. જેમાં એક જગ્યાએ એક્સપાયરીડેટની કોલ્ડડ્રિંગ મળેલી તે અનુસંધાને તેના પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

ભવિષ્યમાં આ પ્રકારનો ગુનો કરવામાં આવશે તો પોલીસ કેસ કરવામાં આવશે

તેમજ તેની જોડેથી લેખિત લીધું કે ભવિષ્યમાં આ પ્રકારનો ગુનો કરવામાં આવશે તો પોલીસ કેસ કરવામાં આવશે તેવી બાંહેધરી પત્રક પણ લેવામાં આવ્યું છે. અને તમામ નગર જનોને વિનંતી છે જ્યારે પણ તમે કોઈપણ કોલ્ડડ્રિંગ કે ખાદ્ય સામગ્રી ખરીદો તો એના પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે. અને એક્સપાયરીડેટ વાંચીને જ ખરીદવી આ અંગે એમ લાગે કે એક્સપાયરીડેટ વાળી વસ્તુ વેચાઈ રહી છે. તો આરોગ્ય વિભાગને તાત્કાલિક જાણ કરવા વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...