તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ડીસામાં ગોડાઉન મેનેજરે રૂ. 1.30 કરોડની ગવારની બોરી સગેવગે કરી, ગોડાઉનના માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર તાલુકાના રંગપુરના શખ્સે માલિક સાથે છેતરપિંડી આચરી

ડીસા ખાતે આવેલા ગવારની પ્રોડકટ બનાવતી ફેકટરીના ગોડાઉન માલિકે તેના માલિકની જાણ બહાર રૂપિયા 1.30 કરોડની ગવારની બોરીઓ સગેવગે કરી વિશ્વાસઘાત કર્યો હતો. તેમજ જો પોલીસ મથકે ફરિયાદ કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ અંગે ગોડાઉન માલિકે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદના દસકોઇ તાલુકાના બીલાસીયા ગામના મહેન્દ્રભાઇ મેઘજીભાઇ ભાનુશાળી ડીસા ખાતે ઢુવા રોડ નજીક પત્ની હેમલબેનના નામે પદમા એગ્રી ફિડ ઇન્ડસ્ટ્રીઝ ગવાર પ્રોસેસીંગ યુનીટ ચલાવે છે. જેનો ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા. જેના મેનેજર તરીકે મુળ વિસનગર તાલુકાના રંગપુરના અને હાલ ડીસાની ઓમ રેસીડેન્સી ખાતે રહેતા જસવંતભાઇ અંબાલાલ પંચાલને રાખ્યા હતા. જેઓ આઠ વર્ષથી યુનિટનું સંચાલન કરતાં હતા.

જેમણે ગોડાઉનમાં રાખેલી રૂ.1,30,42,462ની કુલ 2899 બોરી ગોડાઉન માલીકની જાણ બહાર સગેવગે કરી છેતરપીંડી આચરી હતી.તેમજ ફરિયાદ કરશો તો મારી નાંખવાની ધમકી આપી હતી. મહેન્દ્રભાઇએ ફરિયાદ નોંધાવી હતી.

ગવારનું સેમ્પલ મંગાવતાં ભાંડો ફૂટયો
ગોડાઉન માલિકને ગવારનો ઓર્ડર આપવાનો હોઇ 11 સપ્ટેમ્બર-2020ના રોજ સેમ્પલ મંગાવ્યું હતુ. જોકે, મેનેજર સેમ્પલ લઇને ગયા ન હતા. આથી તપાસ કરતાં તેઓ ઘરે પણ મળી આવ્યા ન હતા. દરમિયાન ગોડાઉનનું તાળુ તોડતાં અંદરથી ગવારની બોરીઓ ગૂમ હોવાનું જાણવા મળ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser