તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:દાંતીવાડા શેરગઢમાં પત્ની સાથે આડા સંબંધોની શંકા રાખી નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યાના પગલે દાંતીવાડા મામલતદાર અને એફએસએલના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્ય
  • દાંતીવાડા પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હત્યારા ભાઈની શોધખોળ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના શેરગઢ ગામે નાનાભાઈએ મોટા ભાઇની હત્યા કરી હોવાની ઘટના બની છે. જેમાં રતુભાઈ પોતાની પત્ની સાથે મનમેળ ન હોય છૂટાછેડા લઈ હાલમાં એકલા જ રહેતા હતા. જેથી તેમનો નાનો ભાઈ ભરતભાઈ તેની પત્નીને મોટાભાઈ રતુભાઈ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખતો હતો અને અવાર નવાર આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતી હતી.

આ દરમિયાન ગઈ મોડીરાત્રે બંને વચ્ચે બાબલ થયા બાદ રતુભાઈ ખાટલામાં સુતા હતા, ત્યારે ભરતે રતુભાઈના માથામાં પાવડાના હાથાથીં ઉપરા ઉપરી ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચીજવા પામી હતી.

ઘટનાને પગલે દાંતીવાડા પોલોસ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે દાંતીવાડા મામલતદાર તેમજ એફએસએલના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી અને હત્યારા ભરત સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી
પાલનપુર મદદનીશ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું કે દાંતીવાડાના શેરગઢમાં ભાઈએ અંગત અદાવતમાં મોટાભાઈની હત્યા કરી છે. જે મામલે આરોપીભરત દેવીપૂજકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...