તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

108 એમ્બ્યુલન્સને 14 વર્ષ પૂરા:દાંતામાં 108 ની ટીમે 40 કિ.મી. સુધી નવજાત બાળકોને કૃતિમ શ્વાસ આપી જીવતા રખાયા,

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

108ને 14 વર્ષ પુરા થયા છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં હજારો લોકોના 108 એ જીવ બચાવ્યા છે. દાંતમાં ગત મહિને 23 જુલાઈએ 108ને કોલ મળતાં ઇએમટી નિશાબેન ઠાકોર અને પાયલોટ સજ્જન સિંહ બારડ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં નવજાત બાળક જોડિયા બાળકોની ગંભીર પરિસ્થિતિ હતી. શ્વાસ લેવામાં તકલીફ હોવાથી 108 એમ્બ્યુલન્સમાં નિશાબેન ઠાકોરે અમદાવાદ 108 હેડ ઓફિસ ખાતે ડોક્ટરની સલાહ સુચન મુજબ કુત્રીમ શ્વાસ આપી બંન્ને જોડિયા બાળકોનો જીવ બચાવ્યો હતો.

બાળકોની માતા ગોમીબેનને પણ ખબર જ નહોતી કે તેમની જોડિયા બાળક છે. 108ના કર્મીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રસૂતા મહિલાની અધૂરા મહિને ડિલિવરી થઈ હતી જેમાં એક બાળકનું હૃદય બંધ હતું તે 108ના ઇએમટી નિશાબેન એ CPR આપીને ફરીથી હૃદય ધબકતું કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...