સફાઈ:સ્વચ્છ સર્વેક્ષણમાં ઉ.ગુ.ની 30 પાલિકા પૈકી પાલનપુર પાલિકા 28માં ક્રમેથી હવે 16માં ક્રમે

પાલનપુર2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરમાં લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય એ માટે 2019માં ભીંત સૂત્રો લખ્યા હતા. - Divya Bhaskar
પાલનપુરમાં લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય એ માટે 2019માં ભીંત સૂત્રો લખ્યા હતા.
 • ગુજરાતમાં 26 શહેરોમાં પાલનપુર 22માં ક્રમે અને દેશના 382 શહેરોમાં 203મો રેન્ક મેળવ્યો
 • એસટીપી અને ડમ્પિંગ સાઇટનો ઉકેલ નથી લાવી શક્યા એટલે નંબરોમાં પાછળ જ રહીગયા..!

દેશમાં તમામ મોટા શહેરોમાં વસ્તીના ધોરણો પ્રમાણે સ્વચ્છતાની સ્થિતિને આવરી લઇને કરાયેલ સર્વેક્ષણ 2020નું ગુરુવારે રેન્કીગ જાહેર કરવામાં આવ્યુ હતું.જેમાં ગુજરાતમાં એક થી દશ લાખ સુધીની વસ્તી ધરાવતા 26 શહેરોમાં પાલનપુર 22માં ક્રમે અને દેશના 382 શહેરોમાં 203મો રેન્ક મેળવ્યો છે.આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં 50 હજારથી 1 લાખની વસ્તી ધરાવતી કુલ 30 નગરપાલિકા પૈકી પાલનપુર પાલિકા 16માં નંબરે આવી છે. ગત વર્ષે પાલનપુરનો 28મો ક્રમ હતો.

ચાલુ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં જાહેર શૌચાલયની વ્યવસ્થા સહિતના ઘન કચરાનુ વ્યવસ્થાપન નિકાલ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન અને તેનું પ્રોસેસીંગ લોકોના અભિપ્રાય સહિતની બાબતોના આધારે સ્વચ્છતા સર્વેક્ષણ કરાયું હતું. પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં ડોર ટૂ ડોર કચરાનું કલેક્શન માટે ટેન્ડરથી વ્યવસ્થા કરવામાં આવી છે. સૂકો ભીનો કચરો અલગ કરવા લોકોને જુદા જુદા રંગોની ડોલ આપવામાં આવી હતી. જાહેર શૌચાલયોની સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યું હતું. પાલિકા ચીફ ઓફીસર સતીશ પટેલે જણાવ્યુ હતું કે ગત વર્ષે 28મો નંબર હતો જેમાં સુધારા સાથે આ વર્ષે 16મો નંબર મેળવ્યો છે.

સારો દેખાવ કરવા આટલુ કર્યું

 • ઘર દુકાન ઓફિસથી ડોર ટુ ડોર કચરા કલેક્શન
 • જાહેર શૌચાલયોની સ્વચ્છતા
 • શહેરમાંથી કચરાપેટીઓ દૂર કરી ગાર્બેજ ફ્રી શહેર બનાવ્યુ.
 • નિયમિત શહેરમાં સફાઇ અને જાહેરમાર્ગો પર રાત્રી દરમ્યાન સફાઈ
 • 100 ટકા ઓડીએફ
 • ઘન કચરાના નિકાલ માટે ડમ્પીંગ સાઇટ.

શહેરમાં હજુ આ સુવિધા નથી

 • ભૂગર્ભ ગટર લાઈનનું કામ 100 ટકા પૂર્ણ થયું નથી
 • સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસ.ટી.પી બનાવ્યા નથી
 • ડમ્પિંગ સાઇટ પર ઘનકચરાને અલગ તારવાની વ્યવસ્થા નથી
 • કચરામાંથી ખાતર બનાવવાનું કોઈ યુનિટ નથી

જિલ્લાની અન્ય પાલિકાનો ક્રમ
aડીસા નગરપાલિકા 6ઠા ક્રમ,
ધાનેરા નગરપાલિકા 17માં ક્રમે
ભાભર નગરપાલિકા 19માં ક્રમે
થરાદ નગરપાલિકા 27માં
થરા નગર પાલિકા 30માં ક્રમે

અન્ય સમાચારો પણ છે...