હુમલો:ચિત્રાસણીમાં ઘર આગળ દારૂ પીવાની ના પાડતાં યુવકને માર્યો

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્રણ શખ્સોએ લોખંડની પાઇપ માથામાં મારી

પાલનપુર તાલુકાના ચિત્રાસણીમાં ઘર આગળ દારૂ પીવાની ના પાડતાં ત્રણ શખ્સોએ યુવક ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.આ બનાવને લઈ શહેરમાં ચકચાર મચી ગઈ હતી.ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતો આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે રહેતા જીવાભાઇ મોહનભાઇ બજાણીયાના ઘર આગળ દારૂ પીવાની ના પાડતાં ગામના જ સુરેશભાઇ પરથીભાઇ દેવીપૂજક, ગણપતભાઇ પરથીભાઇ દેવીપૂજક અને મેહુલભાઇ રમેશભાઇ દેવીપૂજક ઉશ્કેરાઇ ગયા હતા.

જેમણે પાઇપ, લાકડી તેમજ ગડદાપાટુનો મારમારી જીવાભાઇને ગંભીર ઇજાઓ પહોચાડી હતી. તેમના ભાઇ કિશનભાઇ વચ્ચે છોડાવવા જતાં તેમને પણ મારમાર્યો હતો. આ અંગે જીવાભાઇએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...