જાગૃત ગામ:ભરકાવાડામાં રસી માટે યુવાનો ઘરે જઈને સમજાવે છે,બીજી લહેરમાં એકેય કેસ નથી

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કેસોમાં ધરખમ વધારો થતાં કેટલાય લોકો મોતને ભેટ્યા છે. ત્યારે વડગામ તાલુકાના ભરકાવાડા ગામના યુવાનો દ્વારા ગામમાં કોઇ લોકોએ રસી ના લીધી હોય તેવા ઘરે જઈને રસી લેવા સમજાવે છે. સાથે સાથે યુવાનો કહે છે પોલીયો માટે બાળકોને બે ટીપા આપીએ છીએ બસ એવું જ કોરોનાની રસી લઈએ તો જીવી જવાય. ત્યારે ગામલોકો યુવાનોને સહયોગ આપતાં અત્યારે ગામમાં એક પણ કોરોના કેસ જોવા મળતો નથી.

વડગામ તાલુકાના ભરકાવાડા ગામમાં કોરોનાની પહેલી લહેરની શરૂઆતમાં બે-ત્રણ પોઝિટિવ કેસ આવ્યા હતા. ત્યારે ગામમાં અન્ય કોરોનાનો પગ પેસારો ન થાય તે માટે કોરોનાની બીજી લહેરમાં ગામમાં કોઇ કેસ આવવા ન દીધો સાથે સાથે ગામના યુવાનો દ્વારા ગામમાં કોઇ પણ વ્યક્તિ કોરોના સામે રક્ષણ અપાવવા રસી ના લે ત્યાં સુધી એને ઘરે જઈને સમજાવે છે.

ગામના યુવાનોએ જણાવ્યું કે, ગામની વસ્તી 2500 જેટલી છે. યુવાનોના અથાગ પરિશ્રમના કારણે વર્તમાન સમયે 80 ટકા જેટલું રસીકરણ થઇ ગયું છે. બાકી છે. તેમને રસી લેવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. જેમ જેમ રસીના ડોઝ ઉંમર પ્રમાણે આવે તેમ લોકો રસી લે છે.અમારા ગામની જેમ અન્ય ગામો પણ જાગૃત થાય એમ ઈચ્છીએ છીએ.

કોરોનાથી એક પણ વ્યકિતનું મોત નથી થયું
આ અંગે યુવાનોએ જણાવ્યું હતું કે ‘કોરોનાની રસી માટે અમારા ગામનું વોટ્સએપ ગ્રુપ ચાલે છે. જેમાં રસી લેવાથી થતાં ફાયદા અંગેની સમજ સાથે જાગૃતિનો સંદેશ આપીએ છીએ પરિણાામ એ આવ્યું છે કે, 45 વર્ષના 80% લોકોએ રસી લીધી છે. ગામમાં કોરોનાથી એક પણ વ્યકિતનું મોત નથી થયું. રસીને લઈને કેટલી ગેરમાન્યતા લોકોમાં ફેલાયેલી હતી. ઘણા લોકોએ કહેલું કે રસી વાળા ગામમાં આવે એટલે બહેનો ખેતરમાં ભાગી જતી, રસી લઈએ તો મરી જઈએ ત્યારે અમે બધા યુવાનોએ ગામલોકોને સમજાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...