મદદ:બ.કા.માં 181 અભયમે 4630 મહિલાઓને ત્વરિત મદદ કરી

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2021માં ઘરેલું હિંસાનો ભોગ બનેલી સૌથી વધુ 2411 મહિલાઓેને ન્યાય અપાવ્યો

બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2021માં ઘરના સભ્યો દ્વારા મહિલાઓ ઉપર શારિરીક માનસિક ત્રાસ, રોમિયો ગુંડા દ્વારા પજવણી, પડોશીઅો દ્વારા ઝઘડા કે પછી મોબાઇલ ફોન, ઇન્ટાગ્રામ દ્વારા બિભત્સ મેસેજ કે વાતચિત કરવાના કેસોમાં હેરાન થયેલી 4630 મહિલાઓને 181 અભિયમની ટીમે ત્વરિત મદદ આપી સુરક્ષા કવચ પુરૂ પાડ્યું હતુ.

બનાસકાંઠામાં 181 અભિયમ મહિલા હેલ્પલાઇનની ટીમના 3 કાઉન્સેલર અને 3 મહિલા પોલીસ મળી 6 ની ટીમ 24 x 7 કલાક ફરજ બજાવી 14 તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં બહેન-દીકરીઓને ન્યાય અપાવી રહ્યા છે. આ અંગે કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતુ કે, વર્ષ 2021માં ઘરના સભ્યો દ્વારા મહિલાઓ ઉપર શારિરીક માનસિક ત્રાસ, રોમિયો ગુંડા દ્વારા પજવણી, પડોશીઅો દ્વારા ઝઘડા કે પછી મોબાઇલ ફોન દ્વારા બિભત્સ મેસેજ કે વાતચિત કરવાના કેસોમાં હેરાન થયેલી 4630 મહિલાઓને 181 અભિયમની ટીમે ત્વરિત મદદ આપી સુરક્ષા કવચ પુરૂ પાડ્યું હતુ.

જેમાં સૌથી વધુ ઘરેલું હિંસાનો ભોગ બનેલી 2411 મહિલાઓને ન્યાય અપાવ્યો હતો. પડોશી દ્વારા ઝઘડાનાથી ત્રસ્ત 293 મહિલાઓ જ્યારે ઘરમાંથી નીકળી ગયેલી 122 મહિલા (5 વૃધ્ધાનું) પરીવારજનો સાથે મિલન કરાવ્યું હતુ.દારૂ -વ્યશનથી પીડાના 275 અને મોબાઇલથી હેરાનગતિ પામનારી 705 મહિલાઓને તેમની ઓળખ છુપી રાખીને રોમિયો સહીતના તત્વોથી બચાવી હતી. મિલ્કત સબંધી ત્રાસમાંથી 62 મહિલાઓને મુક્તિ અપાવી હતી. 13 મહિલાઓને આપઘાત કરતાં બચાવી નવજીવન બક્ષ્યું હતુ.

ભાભરની સ્કુલની છાત્રા સાથે થયેલુ કરતુત ખુલ્લુ પાડ્યું
ભાભરની ખાનગી હાઇસ્કુલમાં ધોરણ 11 સાયન્સની છાત્રાના મોઢામાં ડૂચો મારી છેડતીનો વિડિયો ઉતાર્યો હતો.આ કૃત્યને 181ની ટીમે ખુલ્લુ પાડ્યું હતુ.પીડીત છાત્રાએ જાહેરમાં નિવેદન આપ્યું કે, તેણીને દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થતાં મહિલાઓને ન્યાય અપાવતાં કિસ્સા વાંચીને 181ની મદદ મેળવી હતી.

મહિલા જાગૃત બનતાં 2020ની સરખામણી કેસો વધ્યા
જો ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો 2020ના 1745 કેસો કરતાં વર્ષ 2021માં 2885 કેસોનો વધારો થયો છે. જાગૃત બનેલી મહિલાઓએ 181 ની મદદ લઇને ગત વર્ષ કરતાં ઘરેલું હિંસાના કેસોમાં 1165 મહિલાઓ, પડોશી દ્વારા ઝઘડાના કેસોમાં 133, મોબાઇલ દ્વારા પજવણીના કેસોમાં 641 મહિલાઓએ મદદ લઇ ન્યાય મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...