તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બનાસકાંઠાના કાંકરેજમાં ભૂસ્તર વિભાગનો સપાટો, ગેરકાયદેસર રેતી ખનન કરતા 21 ડમ્પરો સહિત રૂ. 4 કરોડનો મુદ્દામાલ જપ્ત

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાંકરેજ તાલુકાના ઉંબરી ગામ પાસે બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થતુ હતું

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રેતી તસ્કરી ખૂબ જ વધી ગઈ છે. જેની સામે ભૂસ્તર વિભાગ પણ દિવસ રાત વોચ રાખી ભૂમાફિયાઓ પર લગામ કસી રહી છે. આજે પણ વહેલી સવારે કાંકરેજ તાલુકાના ઉંબરી ગામ પાસે બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરી ડમ્પર નીકળતા હોવાની માહિતી મળી હતી જેથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ભૂસ્તર વિભાગની સંયુક્ત ટીમો ત્રાટકી હતી, અને નદીમાં તપાસ કરતાં ગેરકાયદેસર રેતી કાઢતા 21 ડમ્પર અને બે હિટાચી મશીન મળી આવ્યા હતા.

બે જિલ્લાની ટીમો ત્રાટકી આટલી મોટી સંખ્યામાં વાહનો પકડી પડતા આજુબાજુના લોકોના પણ ટોળે ટોળા થઈ ગયા હતા. જોકે, બેફામ બનેલા કેટલાક ભૂમાફિયાઓએ ભૂસ્તર વિભાગના કર્મચારીઓ સાથે રકઝક કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ભૂસ્તર વિભાગના આ સંયુક્ત મેગા ઓપરેશનમાં 21 ડમ્પર અને બે હિટાચી મશીન સહિત અંદાજીત રૂ. 4 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ ડમ્પર માલિકો સામે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી. ભૂસ્તર વિભાગની આટલી મોટી કાર્યવાહી અન્ય ભૂમાફિયાઓ માં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...