ભાવ વધારો:બનાસકાંઠામાં ઉત્પાદન ઘટતાં બે માસમાં શાકભાજીના ભાવોમાં 66 ટકા ભાવ વધ્યા

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાલોળ, રીંગણ, ગવાર કોથમીર, આદુ અને ગિલોડીના 1 કિલોના રૂ.100 થયા

બનાસકાંઠા જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા પાછોતરા વરસાદે શાકભાજીના વાવેતરને વ્યાપક નુકશાન કરતાં વર્તમાન સમયે ઉત્પાદન નોંધપાત્ર ઘટી ગયું છે. પરિણામે બે માસ અગાઉ જે શાકભાજીના 1 કિલોના રૂપિયા 60 હતા.તે અત્યારે રૂ.100ને આંબી જતાં 66 ટકાનો કમરતોડ ભાવ વધારો પ્રજાજનો ઉપર પડ્યો છે. પાલનપુર, અમીરગઢ અને ડીસા તાલુકામાં ખાસ કરીને મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.

આ વર્ષે પણ ખેડૂતોએ ફુલાવર, ટામેટા, કાકડી, કોબીઝ, રીંગણ, કાળંગડા સહિતના શાકભાજીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યુ હતુ. સપ્ટેમ્બરમાં પાછોતરો ધોધમાર વરસાદ પડતાં શાકભાજીના છોડ સડી ગયા હતા. જેની અસર તેના ઉત્પાદન ઉપર પડી છે. આ અંગે પાલનપુર શાકમાર્કેટના વેપારી શૈલેષભાઇ દેવીપૂજકે જણાવ્યું કે, બનાસકાંઠામાં શાકભાજીનો જથ્થો આવતો બંધ થતા રાજસ્થાન ઉપરાંત મહેસાણા સહિતના જિલ્લાઓમાંથી લાવવું પડી રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં શાકભાજીનું વાવેતર

તાલુકોવાવેતર (હેકટર)
અમીરગઢ1294
ભાભર206
દાંતા177
દાંતીવાડા206
ડીસા2636
દિયોદર102
ધાનેરા145
કાંકરેજ1307
લાખણી662
પાલનપુર1832
વડગામ537

બે મહિનામાં શાકભાજીમાં ભાવ વધારો

બે માસ અગાઉહાલના ભાવ
હોલસેલરીટેલહોલસેલરીટેલ
કાળેગડા--3060
બટાકા14201020
ડુંગળી22303550
સિમલા મરચા40606080
ટામેટા22305060
ગવાર506080100
ફુલાવર40603050
રીગણ406070100
ભીંડા30402040
દૂધી12252540
ગિલોડી658070100
વટાણા80100200240
કારેલા25502540
તુરિયા65804060
કોથમીર356090120
મરચાં40603050
લીંબુ25404560
આદુ708080100
કાકડી--3050
વાલોળ--70100
અન્ય સમાચારો પણ છે...