તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • In Banaskantha, The Youth And Women Are Very Enthusiastic About The Vaccine, So Far A Total Of More Than 1 Million People Have Been Vaccinated.

વેક્સિનેશન:બનાસકાંઠામાં વેક્સિનને લઈને યુવાનો તેમજ મહિલાઓ ભારે ઉત્સાહ, અત્યારસુધીમાં કુલ 10 લાખથી વધુ લોકોએ રસી લીધી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ અને સેંકેન્ડ ડોઝ 10 લાખ કરતા પણ વધુ લોકોને આપવામાં આવ્યો
  • બીજી લહેર પછી બનાસકાંઠા જિલ્લાના લોકોમાં આવી જાગૃતિ

બનાસકાંઠામાં જૂન માસ સુધી કુલ 10 લાખથી વધુ લોકો રસી લઈ ચૂક્યા છે 45 થી 60 વયના 4.50 લાખથી વધુના લોકોએ રસી મુકાવી છે. હાલમાં 18થી 44 વર્ષના યુવકોને નું રસીકરણ અભિયાન બનાસકાંઠામા ચાલી રહ્યું છે. વેકસીનેશન કેન્દ્ર પર સવારથી જ રસી લેવા માટે મહિલાઓ યુવાનોની લાઇન જોવા મળી હતી. રસીકરણ કેન્દ્ર પર સોસીયલ ડિસ્ટન્સ સાથે યુવકો મહિલાઓ રસી લઈ રહ્યા છે જે પ્રકારે સવારથી જ રસીકરણ ને લઈ લોકોમાં ઉત્સાહ છે. જિલ્લામા 57 કેન્દ્રો પર રસીકરણ થાય છે. રસીકરણ કેન્દ્ર પર રસી લેવા આવનાર યુવકોને કોઈપણ પ્રકારની અગવડ અથવા તકલીફ ન પડે તેનું પણ આરોગ્ય વિભાગ ખાસ ખ્યાલ રાખે છે. રસી આપ્યા બાદ દવાના ડોજ અને અન્ય તકેદારી પણ રખાય છે ત્યારે રસીકરણ ને લઈને લોકોમાં જાગૃતિ આવી છે. બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં લોકો રસીકરણ કરાવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી જીગ્નેશ હરયાનીએ જણાવ્યું હતું કે હાલમાં 18થી 44 વર્ષનાને પ્રથમ ડોઝ આપી રહ્યા છીએ. 45 ઉપરના લોકોને સેંકેન્ડ ડોઝ આપી રહ્યા છીએ. 45 ઉપરના લોકો માટે આપણે કો-વેક્સિન આપી રહ્યા છીએ અને 18 ઉપરના લોકો માટે કોવીસિલ્ડનો યુઝ કરી રહ્યા છીએ. જે પ્રમાણે સ્ટેટ કક્ષાએથી વેક્સિન આવે છે તે પ્રમાણે ટાર્ગેટ આપી દઈએ છીએ. તે પ્રમાણે વેક્સિનેસન થઈ રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ અને સેંકેન્ડ ડોઝ 10 લાખ કરતા પણ વધુ લોકોને આપવામાં આવ્યો છે. ટ્રાઇબલ એરિયા દાંતમાં આરોગ્ય ચેરમેન જિલ્લા પંચાયતના તેમના દ્વારા સાત જેવા કેમ્પો કરવામાં આવ્યા તે કેમ્પમાં દોડશોથી વધુ સગર્ભા બહેનોએ ભાગ લીધો ગ્રામજનોએ ભાગ લીધો તે લોકોમાં પ્રચાર પસાર થયો એટલે ટ્રાઇબલ એરિયામાં પણ સારું વેક્સિનેસન આરોગ્ય સમિતિના ચેરમેન પ્રયાસો થકી કરવામાં આવ્યું અને જે હાલમાં સેંકેન્ડ ડોઝ છે અને પ્રથમ ડોઝ 25 ટકા આપી દીધેલું છે જે ટાર્ગેટ છે. આગામી સમયમાં 17 લાખ બાકી વ્યક્તિઓ રહી ગયા છે તેને પણ જે પ્રમાણે વેક્સિન નો ડોઝ આવશે તે પ્રમાણે અમે આગામી સમયમાં પૂર્ણ કરીશું.

અન્ય સમાચારો પણ છે...