તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • In Banaskantha, The Administrators Of Cow school And Panjrapol Approached The Collector For Help Due To Shortage Of Rain fed Fodder.

આવેદનપત્ર:બનાસકાંઠામાં વરસાદ ખેંચતા ઘાસચારાની અછતને લઈ ગૌ-શાળા અને પાંજરાપોળના સંચાલકોએ કલેક્ટર આગળ સહાય માટે રજૂઆત કરી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં ગૌ-શાળા અને પાંજરાપોળના સંચાલકો કલેક્ટર કચેરીએ પહોંચ્યાં

બનાસકાંઠા જિલ્લાના ગૌ-શાળા અને પાંજરાપોળ ના સંચાલકો દ્વારા વરસાદ ખેંચતા જિલ્લા કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં સંચાલકો એકત્ર થઈ કલેક્ટરને ગૌ-શાળા અને પાંજરાપોળના નિર્વાહ માટે આવેદનપત્ર આપી સરકાર દ્વારા તાત્કાલીક સહાય જાહેર કરવાની માંગ કરી છે.

આ વર્ષે બનાસકાંઠામાં નહિવત વરસાદ પડતાં પાણી અને ઘાસચારાની અછત વર્તાઈ રહી છે જેના કારણે પશુધનની હાલત કફોડી બની છે. એમાંય સૌથી દયનિય સ્થિત બનાસકાંઠાની 180થી વધુ ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલા અબોલ પશુઓની થઈ છે. એક બાજુ કોરોના બાદ દાતાઓ દ્વારા ગૌશાળાઓને યોગ્ય દાન નથી મળી રહ્યું જેના કારણે ગૌશાળાઓ અને પાંજરાપોળનો નિર્વાહ ખર્ચ નિકાળવો મુશ્કેલ બન્યો છે.

બીજી બાજુ ઘાસચારા ન મળતાં પશુઓ તડપી રહ્યા છે જેને લઈને ગૌશાળાના સંચાલકોની હાલત કફોડી બનતા આજે જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપી સરકાર સમક્ષ ઘાસચારો અને દાણમાં સબસીડી આપવા સાથે સહાયની માંગ કરી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર સહાય નહિ આપે તો ગૌશાળામાં રહેલ પશુઓ જે રીતે ભૂખે મરે છે તેમ અમે તેમની સાથે અનસન ઉપર બેસીશું.

અન્ય સમાચારો પણ છે...